તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Residents Of The Surrounding Area Rushed To The Collectorate After A Gas Leak From A Rayon Company In Veraval For Five Days And Nights.

રજૂઆત:વેરાવળની રેયોન કંપનીમાંથી પાંચ દિવસથી રાત્રીના સમયે ગેસ ગળતર થતા આસપાસના વિસ્‍તારના રહીશોનું ટોળુ કલેક્ટર કચેરીએ દોડી ગયુ

વેરાવળ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રાંત કચેરીએ અઘિકારીને રજૂઆત કરતા રહીશો - Divya Bhaskar
પ્રાંત કચેરીએ અઘિકારીને રજૂઆત કરતા રહીશો
  • આસપાસની સોસાયટીઓમાં રહેતા હજારો લોકોને શ્વાસ લેવામાં, ગળામાં બળતરા અને આંખો બળવા જેવી તકલીફો એકાએક થવા લાગી
  • રહીશોએ ગેસ ગળતર મામલે કંપની સામે કાર્યવાહી નહીં થાય તો ઉપવાસ આંદોલન કરવાની ચિમકી ઉચ્‍ચારી આવેદનપત્ર પાઠવ્‍ય

વેરાવળ શહેરની મધ્યમાં કાર્યરત રેયોન કંપનીના પ્‍લાન્‍ટમાંથી ચારેક દિવસથી સતત થઇ રહેલા ગેસ ગળતરથી આસપાસની સોસાયટી વિસ્‍તારમાં રહેતા લોકો પરેશાન થઇ ગયા છે. આજે કંપની પાછળના ભાગે આવેલી ખારવા સોસાયટી, મફતીયાપરા સહિતના વિસ્‍તારના રહેવાસીઓનું ટોળું નાયબ કલેકટર કચેરીએ દોડી જઇ સતત થઇ રહેલા ગેસ ગળતરથી વૃઘ્‍ધો, બાળકોના સ્વાસ્થય પર ગંભીર ખતરો હોવાથી આવેદનપત્ર પાઠવી કંપની સામે પગલા લેવા સ્‍થાનિકોએ માંગણી કરી છે અને જો કડક કાર્યવાહી નહીં થાય તો કંપની ગેઇટ સામે ઉપવાસ આંદોલન કરવાની સ્થાનીકોએ ચીમકી ઉચ્‍ચારી છે.

જિલ્‍લામથક વેરાવળની મઘ્‍યમાં વર્ષોથી કાર્યરત રેયોન કંપનીમાં વારંવાર ગેસ ગળતર થતુ હોવાની આસપાસની સોસાયટી વિસ્‍તારોમાં રહેતા રહીશો લાંબા સમયથી ફરીયાદ કરતુ હોવા છતાં આજદીન સુઘી આ સમસ્‍યાનો કોઇ ઉકેલ તંત્ર લાવી શકયુ નથી. દરમ્‍યાન ફરી કંપનીના પ્‍લાન્‍ટમાંથી ગેસ ગળતર થતુ હોવાની ફરીયાદ લઇ આજે બપોરના રહીશોનું ટોળું નાયબ કલેકટર કચેરીએ દોડી જઇ પ્રાંત અઘિકારીને આવેદનપત્ર પાઠવેલ હતુ. જેમાં જણાવ્યુ હતુ કે, ગત તા.28-8થી તા.1-9 સુઘીમાં દરરોજ રાત્રીના સમયે રેયોન કંપનીમાંથી અચાનક ગેસ લીકેજ થયા કરે છે. જેના કારણે આસપાસની ખારવા સોસાયટી, પી.એન્ડ.ટી.કોલોની, મફતિયાપરા વિસ્તારમાં રહેતા હજારો રહીશો ગેસ ગળતરથી પરેશાની ભોગવી રહ્યા છે. લોકોને શ્વાસ લેવામાં તકલીફ થાય, ગળામાં બળતરા થાય, આંખો બળવા જેવી તકલીફો થાય છે. આ ઉપરાંત કંપનીમાંથી સતત કોલસાની ભુકી અને સફેદ કલરની ભુકી પણ સતત ઉડે છે. ધ્વની પ્રદુષણ પણ ખુબ થાય છે.

પ્રાંત કચેરીએ અઘિકારીને રજૂઆત કરતા રહીશો
પ્રાંત કચેરીએ અઘિકારીને રજૂઆત કરતા રહીશો

વઘુમાં છેલ્‍લા ચાર દિવસથી થઇ રહેલા સતત ગેસ ગળતરના કારણે વૃદ્ધો, બાળકો સહિત તમામ રહીશોના આરોગ્‍યને ગંભીર નુકસાન થઇ રહ્યુ છે. કંપનીમાંથી વારંવાર ગેસ ગળતર થાય છે. અગાઉ અનેકવાર લેખિત-મૌખીક રજુઆતો કરી હોવા છતાં કોઈ કાર્યવાહી થઇ નથી. અગાઉ ગત તા.8-4-21 ના રોજ રાત્રીના સમયે ભયંકર ગેસ લીકેજ થયેલો ત્‍યારે સ્થાનિકોને જીલ્‍લા કલેકટરના બંગલે દોડી જવું પડયુ હતુ. ત્‍યારે ભોપાલ જેવી ઘટના સોમનાથ સાંનિઘ્‍યે ન બને તે માટે કંપનીમાંથી થતા ગેસ ગળતર બાબતે તટસ્‍થ યોગ્‍ય તપાસ કરી કંપની સામે પગલા લેવા માંગણી છે. જો કડક કાર્યવાહી નહીં થાય તો કંપની ગેઇટ સામે ઉપવાસ આંદોલન કરવાની સ્થાનિકોએ અંતમાં ચીમકી ઉચ્‍ચારી છે.

અન્ય સમાચારો પણ છે...