એજ્યુકેશન:જીવનની શરૂઆત કેવી રીતે થઇ હશે તેના પર સંશોધન

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેરાવળના ઉમરાળાના યુવાને સંશોધનાત્મક પુસ્તક લખ્યું

જીવનની શરૂઆત કેવી રીતે થઇ હશે. પહેલાં આરએનએ બન્યું હશે કે પહેલાં ડીએનએ એના પર સંશોધનાત્મક પુસ્તક વેરાવળના ઉમરાળા ગામના એક યુવાન સંશોધકે પુસ્તક લખ્યું છે.

મનુષ્યમાં વૈચારિક શક્તિ ખીલ્યા બાદ તેને સૌથી વધારે મૂંઝવતો પ્રશ્ન ‘જીવનની ઉત્પત્તિ’ વિશેનો છે. જીવવિજ્ઞાનીઓ પ્રયોગશાળામાં પૃથ્વીના પ્રારંભિક વાતાવરણને અનુરૂપ વાતાવરણ સર્જી એ તમામ મૂળભૂત જૈવ-રાસાયણિક સંયોજનો બનાવી ચૂક્યા છે. જેનાથી જીવનની શરૂઆત થઈ શકે. આમ છતાં હજુ સુધી કોઈ ચોક્કસ નિષ્કર્ષ સુધી પહોંચી શકાયું નથી. કેટલાક વૈજ્ઞાનિકો માને છે કે, જીવનની શરૂઆત આરએનએથી થઈ હશે. ત્યારબાદ અનુક્રમે આરએનએમાંથી ડીએનએ અને ડીએનએમાંથી પ્રોટીન્સ બન્યા હશે.

તેની વિરુદ્ધ ઘણાં વૈજ્ઞાનિકો એવું માને છે કે, જીવનની શરૂઆત પ્રોટીન્સથી થઈ હશે. જોકે કેટલાંક વૈજ્ઞાનિકો આ બંને સંભાવનાઓને એકસાથે જુએ છે. તેઓ માને છે કે જીવનની શરૂઆત કરવા માટે આરએનએ અને પ્રોટીન્સ બંને જરૂરી છે. માત્ર આરએનએ કે માત્ર પ્રોટીન્સ એટલા સક્ષમ નથી કે, તેઓ જીવનની શરૂઆત આપમેળે કરી શકે. આ ત્રણેય થિયરીઓ દ્વારા એ સમજાવી શકાય છે કે, ક્યા જૈવ-રાસાયણિક સંયોજનો દ્વારા જીવનની શરૂઆત થઈ હશે. પરંતુ કેવી રીતે થઈ હશે તે આજે પણ વૈજ્ઞાનિકો માટે સંશોધનનો વિષય છે.

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ઉમરાળા ગામના ડો. સમીર અબ્દ્રેમાનભાઇ અનુજ દ્વારા આ વિષય પર એક સંશોધનાત્મક પુસ્તક લખવામાં આવ્યું છે. ડો. સમીરે માઇક્રોબાયોલોજીમાં પીએચડી કર્યું છે. આ પુસ્તક 'જીવનની ઉત્પત્તિ અને વિકાસ'માં વિશ્વમાં સૌપ્રથમ વખત ‘રિવર્સ સેન્ટ્રલ ડોગ્મા’ દ્વારા જીવનની શરૂઆત કેવી રીતે થઇ હશે તેના વિષે વિસ્તારથી સમજાવવામાં આવ્યું છે.

એટલુંજ નહિ, પ્રતિકૂળ સંજોગો વચ્ચે અસ્તિત્વ ટકાવી રાખવા સજીવોમાં ‘રિવર્સ સેન્ટ્રલ ડોગ્મા’ દ્વારા નવા ગુણો કેવી રીતે વિકસી શકે તે પણ સૌપ્રથમ વખત સમજાવવમાં આવ્યું છે. અલબત્ત, હજુ સુધી સંશોધકો કુદરતમાં ‘રિવર્સ સેન્ટ્રલ ડોગ્મા’ની પ્રક્રિયા શોધી શક્યા નથી. આમ છતાં સજીવોમાં તે વ્યાપક પ્રમાણમાં થતી હોવાની સંભાવના પુરેપુરી રહેલી છે એમ પણ તેમનું કહેવું છે.

અન્ય સમાચારો પણ છે...