તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સન્માન:બે સમાજની અલગ ઓળખને બદલે પાટીદાર બની સામાજીક કાર્યો કરવા અગ્રણીઓનો અનુરોધ

તાલાલા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાલાલા ગીરના માધુપુરમાં પાટીદાર સમાજના અગ્રણીઓનો સત્કાર સમારોહ યોજાયો
  • ગીર પંથકના 20 ગામોના શ્રેષ્ઠીઓ, યુવાનો સાથે 210 સેવકોનું સન્માન કરાયું

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ગીર તાલુકાના માધુપુર ગીર ગામે પટેલ સમાજની વાડીમાં સરદાર પટેલ સેવાદળ અને ગીર સોમનાથ પટેલ સંગઠન સમિતિ આયોજિત પાટીદાર સમાજનો સન્માન સમારોહ યોજાયો હતો. સમારોહમાં તાલાલા પંથકમાંથી ચૂંટાઈને વિવિધ સ્થાનો ઉપર સેવાઓ આપતા પાટીદાર સમાજના પદાધીકારી-આગેવાનો તથા ગીર પંથકના 20 ગામોના સમાજ શ્રેષ્ઠીઓ તથા યુવાનો સહિત પાટીદાર સમાજના 210 સમાજ સેવકોને શિલ્ડ અને પ્રમાણપત્રો એનાયત કરી સન્માન કરવામા આવ્યા હતા. આ તકે સમારોહમાં ઉપસ્થિત પાટીદાર અગ્રણીઓએ બે સમાજની અલગ ઓળખને બદલે માત્ર પાટીદાર બની સમાજ ઉપયોગી કાર્ય કરવા અનુરોધ કર્યો હતો.

આ સમારોહમાં હેમતભાઈ સોજીત્રા (પ્રમુખ ગીર સોમનાથ જિ.ખોડલધામ), વાલજીબાપા ફડદ (પ્રમુખ ઉમા ધામ ગાંઠીલા) પૂર્વિન પટેલ (મહામંત્રી - સરદાર પટેલ સેવા દળ-ગુજરાત) જસ્મીન પીપળીયા (સૌરાષ્ટ્ર અધ્યક્ષ સરદાર પટેલ સેવા દળ), કાંતીભાઈ વઘાસીયા (પ્રમુખ પટેલ સમાજ અમરેલી), હસમુખભાઈ ગધેસરીયા (વિધાસભા કેમ્પસ ડિરેકટર અમરેલી) વિગેરે મહાનુભાવોએ પ્રાસંગીક પ્રવચનમાં તાલાલા ગીર પંથક પાટીદાર સમાજના ગરીમાં પૂર્ણ કાર્યક્રમની મુક્ત કંઠે પ્રસંશા કરતા જણાવ્યું હતું કે સમાજના આવા કાર્યક્રમો રાજકીય સમાજીક અને સહકારી ક્ષેત્રે સેવાઓ આપતા પાટીદાર સમાજના પદાધીકારીઓને નવી પ્રેરણા સાથે કાર્યક્ષેત્રે ઉત્સાહમાં વધારો કરે છે. અગ્રણીઓએ બે સમાજની અલગ અલગ ઓળખને બદલે પાટીદાર બની સમાજની એકતા સાથે સંગઠીત બની સમાજ ઉપયોગી કાર્યો સાથે પાટીદાર સમાજ દરેક ક્ષેત્રે પ્રગતિ કરવા ઉપસ્થિત 20 ગામના સમાજના અગ્રણીઓ તથા યુવાનોને અનુરોધ કર્યો હતો.

સમારોહ પ્રારંભે ગીર સોમનાથ જીલ્લા સરદાર પટેલ સેવા દળ પ્રમુખ અને કાર્યક્રમના આયોજક જીતુભાઈ ચોથાણીએ કાર્યક્રમની વિસ્તૃત વિગતો સાથે સ્વાગત પ્રવચન કર્યું હતું. કાર્યક્રમના સંચાલક અને ગીર પંથક કિસાન સંઘના પ્રમુખ પ્રવિણભાઈ છોડવડીયાએ અંતમાં અભાર દર્શન સાથે ગીર પંથક પાટીદાર સમાજના ગૌરવવતા સમારોહનું સમાપન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...