તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કેશોદ પ્લાસ્ટિક એન્ડ ડિસ્પોઝલ એસોસિએશન દ્વારા નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને લેખિતમાં રૂબરૂ રજૂઆત કરી પોતાની આજીવિકા રળવા પ્લાસ્ટિકનાં વ્યવસાયમાં છુટછાટ આપવા માંગ કરી હતી.
કેશોદ પ્લાસ્ટિક એન્ડ ડિસ્પોઝેબલ એસોસિએશનએ રજૂઆતમાં જણાવ્યું કે, કેશોદ શહેરમાં પચાસ માઇક્રોનથી પાતળાં પ્લાસ્ટિકનાં વપરાશ સામે સરકાર દ્વારા પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, ત્યારે આવાં પ્રતિબંધિત જથ્થો જપ્ત કરી દંડ સહિતની કામગીરી સ્થાનિક નગરપાલિકા દ્વારા કરવામાં આવતી હોય છે, ત્યારે તાજેતરમાં કેશોદ નગરપાલિકા બિલ્ડિંગમાં ગોરક્ષા દળ દ્વારા બેનર લગાવી બહુમતી મેળવનાર ભાજપાને માર્મિક કટાક્ષ કર્યો હતો.
કેશોદ શહેરમાં ચાર ગૌશાળા અને પાંજરાપોળ કાર્યરત છે, ત્યારે પ્લાસ્ટિક ખાદ્યપદાર્થો સાથે રખડતાં પશુઓ ખાઈ જતાં બિમારીનો ભોગ બનતાં ઓપરેશન કરવા પડતાં હોવાનું મનાય છે. જેનાં પગલે રજૂઆત કરવામાં આવે એટલે તંત્ર હરકતમાં આવે છે. કેશોદ નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક અને ડિસ્પોઝલનાં વેપારીઓ વિરુદ્ધ પગલાં ભરવામાં આવે એટલે વેંચાણ બંધ કરી દેવામાં આવે છે, ત્યારે આવા સમયે બહારગામથી ફેરિયાઓ વેચાણ કરી જતાં રહે છે અને દંડાત્મક કાર્યવાહીનો ભોગ ફક્ત કેશોદના વેપારીઓ જ બને છે.
કેશોદ પ્લાસ્ટિક એન્ડ ડિસ્પોઝેબલ એસો. વધુમાં જણાવ્યું કે, અમો પણ ધાર્મિક વૃતિ ધરાવીએ છીએ અને અમો પણ પચાસ માઇક્રોનથી પાતળાં પ્લાસ્ટિકનું વેચાણ બંધ કરવા ઈચ્છીએ છીએ પરંતુ સ્થાનિક વેપારીઓ બંધ કરે તો બહારગામથી આવનારા ફેરિયાઓને અટકાવવા તંત્ર અને ગોપ્રેમીઓની પ્રાથમિકતા હોવી જોઈએ. ખાદ્યપદાર્થો અને ખાનપાનની વસ્તુઓમાં પેકિંગ કરવામાં સ્થાનિક ઉત્પાદકો સરેઆમ ઉપયોગ કરી રહ્યા છે જે અટકાવવા જરૂરી છે.
જેની સામે કેશોદ નગરપાલિકા પ્રમુખ લાભુબેન પીપલીયાએ ખાત્રી આપી હતી કે પ્લાસ્ટિકના વેપારીઓની આજીવિકા ધ્યાનમાં રાખીને સર્વસંમતિથી નિર્ણયો લેવામાં આવશે. અમલવારી કરવામાં આવે એ પહેલાં પ્રાથમિક નોટીસ આપવામાં આવશે. ઝબલા વેચતાં બંધ કરાવવા ચાલતાં અભિયાનને બદલે ગૃહસ્થ મહિલાઓને જાહેરમાં ફેંકતા અટકાવવા જાગૃતિ લાવવી જરૂરી અને પરિણામલક્ષી કારગત નીવડે એવું શહેરીજનોનું માનવું છે.
પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.