તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

PIને આદેશ:જૂનાગઢમાં બોગસ બિલ મામલે કરેલ કાર્યવાહીનો રિપોર્ટ 45 દિ'માં આપો

જૂનાગઢ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચિફ જ્યુડીશિયલ મેજીસ્ટ્રેટનો બી ડિવીઝન પીઆઇને આદેશ

મામલતદાર કચેરીમાં થયેલ બોગસ બિલ મામલે કરેલ તપાસનો અહેવાલ 45 દિમાં રજૂ કરવા કોર્ટે બી ડિવીઝન પીઆઇને આદેશ કર્યો છે. આ અંગે ફરિયાદ કરનાર જીજ્ઞેશભાઇ પંડયાએ જણાવ્યું હતું કે, તેઓ ઓકટોબર 2018થી 1 મે 2019 સુધી સરદાર બાગ સ્થિત મામલતદાર કચેરીમાં ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે ફરજ બજાવી હતી. આ કામગીરીના કુલ 31,250 રૂપિયા લેવાના હતા. જોકે, બાદમાં માત્ર 9,179ની રકમ જ બેન્કમાં જમા મળી હતી. આ અંગે તપાસ કરતા સંતોષકારક જવાબ મળ્યો ન હતો.

બાદમાં આરટીઆઇ કરતા જાણવા મળ્યું કે મારા બિલ ગૂમ કરી દેવાયા હતા. જ્યારે મારી ડુુપ્લીકેટ સહિવાળા બિલ મૂકી તત્કાલીન મામલતદાર અને એક મહિલા કર્મીએ સહિ કરી ગુનો કર્યો હતો. તબાદમાં યોગ્ય ન થતા કોર્ટમાં રજૂઆત કરાઇ હતી. આ રજૂઆતના પગલે ચિફ જ્યુડિશીયલ મેેજીસ્ટ્રેટ ભાર્ગવસિંહ સોલંકીએ, એકજ ફરિયાદ અન્વયે બે કાર્યવાહી ન થાય તે હેતુથી બી ડિવીઝન પીઆઇને આ મામલે કરેલી કામગીરીનો રિપોર્ટ દિવસ 45માં કોર્ટમાં રજૂ કરવા આદેશ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...