કરૂણા અભિયાન:પતંગોત્સવમાં ઘાયલ પક્ષી દેખાય તો જાણ કરો

જૂનાગઢ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 10 થી 20 જાન્યુઆરી દરમિયાન કરશે ફ્રિમાં સારવાર
  • વન વિભાગનું 10 દિવસીય કરૂણા અભિયાન

જૂનાગઢ વન વિભાગ દ્વારા 10 થી 20 જાન્યુઆરી દરમિયાન કરૂણા અભિયાન 2022 યોજાશે. શહેરના બિલખા રોડ સ્થિત પ્લાસવા ઘાસ ડેપો ખાતે આ માટે હોસ્પિટલ શરૂ કરાઇ છે. અહિં પતંગોત્સવ દરમિયાન ઘાયલ પક્ષીની સારવાર કરવામાં આવશે.ખાસ કરીને ઘવાયેલા પક્ષીનું સારવારના અભાવે મોત ન થાય તે માટે શરૂ કરાયેલી આ હોસ્પિટલને મેયર ધીરૂભાઇ ગોહેલના હસ્તે ખુલી મુકાઇ છે.

આ તકે ડીસીએફ સુનીલ બેરવાલ, ડીસીએફ ગિર પશ્ચિમ ધીરજ મિત્તલ, એસીએફ જયન પટેલ, આરએફઓ અરવિંદ ભાલીયા તેમજ ફોરેસ્ટર જે.એચ. ચોટલીયા તેમજ સ્ટાફની ઉપસ્થિતી રહી હતી. આ સેવાકીય પ્રવૃત્તિમાં વસુંઘરા નેચર ક્લબ, જીવદયા ટ્રસ્ટ વગેરેની ટીમ પણ સેવા આપશે. ત્યારે આપની આજુબાજુમાં કોઇ ઘાયલ પક્ષી નજરે પડે તો 8320002000 નંબર પર જાણ કરવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...