ગુજરાત કાઉન્સીલ ઓફ પ્રોફેશ્નલ સિવીલ એન્જીનિયર ગુજરાત એક્ટ 2006 અને તેના પરિપત્રો રદ કરવાની માંગ કરાઇ છે. આ અંગે સિવીલ એન્જીનિયર એસોસિએશન જૂનાગઢ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને સંબોધીને જિલ્લા કલેકટરને આવેદન અપાયું છે.
આ અંગે એસોસિએશનના પ્રમુખ વિનુભાઇ અમિપરાએ જણાવ્યું હતું કે,ગુજરાત રાજ્યમાં પ્રેક્ટિસ કરતા સિવીલ એન્જીનિયરો માટે જુદા જુદા કાયદા અને નીયમો બનાવી પરિપત્રો બહાર પડાયા છે. આમાં કાઉન્સીલમાં તમામ સિવિલ એન્જીનિયરોએ સભ્ય થવાનું, ફિ ભરવાની, તેની પરીક્ષા પાસ કરવાની રહેશે.વળી આમાં સરકારી એન્જીનિયરોને બાકાત રાખવામાં આવ્યા છે! ત્યારે આવા મનઘડત કાયદા સામે વિરોધ છે.
ખાસ કરીને આ કાયદો બનાવતા પહેલા આ વ્યવસાય સાથે જોડાયેલાને જાણકારી અપાઇ નથી,સૂચનો લેવાયા નથી તેમજ જે ઉદ્દેશ માટે કાયદો બનાવ્યો તે ઉદ્દેશ સિદ્ધ થતા નથી. ત્યારે તાત્કાલીક અસરથી 5 માર્ચ 2022નો પરિપત્ર રદ કરવાની માંગ છે. જો યોગ્ય નહિ થાય તો સિવીલ એન્જીનિયરોને પ્રેક્ટિસ બંધ કરી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.