તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોકળગતિએ થતી કામગીરી:પાંચ વર્ષ બાદ પણ વેરાવળ-તાલાલા 25 કિમીના રાજ્ય ધોરીમાર્ગની નવીનીકરણની કામગીરી અધૂરી

વેરાવળએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વેરાવળ-તાલાલા માર્ગની તસ્‍વીર - Divya Bhaskar
વેરાવળ-તાલાલા માર્ગની તસ્‍વીર
  • ગીર કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર પાઠવી રસ્તાનું કામ ઝડપી કરાવવાની માગ

ગીર સોમનાથના વેરાવળથી તાલાલા ગીર સુધીનો 25 કી.મી.નો હયાત રાજયધોરી માર્ગ રૂ.27.55 કરોડના ખર્ચે 10 મીટર પહોળો કરવા માટે પાંચ વર્ષે પહેલા કોન્ટ્રાકટર અપાયેલ હતો. જે કામગીરી પાંચ વર્ષ બાદ પણ અધૂરી રહેતા ગીર કિસાન સંઘ દ્વારા સવાલો ઉઠાવવામા આવ્યા છે.

આ બાબતે ગીર પંથકના કિસાન સંઘના અગ્રણીની આગેવાનીમાં નાગરીકોએ તંત્રને આવેદનપત્ર આપી વેરાવળથી તાલાલા ગીર જોતા માર્ગનું કામગીરી ઝડપભેર નિયમોનુસાર પૂર્ણ કરાવવા ગાંધીનગરથી ખાસ કીસ્‍સામાં નિષ્‍ઠાવાન અધિકારીની નિમણુંક કરવા માંગણી કરી છે. જો આમ નહીં કરવામાં આવે તો લોક લડત શરૂ કરવાની ચિમકી ઉચ્‍ચારી છે.

ગીર પંથકના કિસાન સંઘના અગ્રણીઆવેદનપત્ર આપેલ
ગીર પંથકના કિસાન સંઘના અગ્રણીઆવેદનપત્ર આપેલ

ગીર કિસાન સંઘના અગ્રણી જીવાભાઈ બારડની આગેવાની હેઠળ તંત્રને અપાયેલ આવેદનપત્રમાં જણાવેલ કે, વેરાવળ-તાલાલા સહિત ગીર સોમનાથ જીલ્લાની પ્રજા અને સોમનાથ - સાસણગીર આવતા દેશ-વિદેશના લાખો પ્રવાસીઓ સાંકળા વેરાવળ-તાલાલાને જોડતા 25 કીમીના રાજય ઘોરીમાર્ગથી મુશ્‍કેલી સહન કરતા હતા. જેથી પાંચ વર્ષ પૂર્વે રાજય સરકારએ મુશ્‍કેલી હલ કરવા આ 25 કીમીના ઘોરીમાર્ગને રૂ.27.55 કરોડના ખર્ચે 10 મીટર પહોળો કરી નવો બનાવવા કોન્ટ્રાકટ આપેલ હતો. પણ આજે પાંચ વર્ષ પછી પણ આ ઘોરીમાર્ગ પહોળો કરવાની કામગીરીમાં પુર્ણ થઇ નથી. જેના લીઘે પ્રજા અને પ્રવાસીઓ લાંબા સમયથી યાતના ભોગવી રહયા છે.

ઘોરીમાર્ગ પર જ જીલ્‍લા વહીવટી તંત્રની કચેરીઓના સંકુલો આવેલા હોવા છતાં

વઘુમાં વેરાવળ-તાલાલા ધોરીમાર્ગ ઉપર 12 કીમી દુર ઇણાંજ ગામના પાટીયા પાસે જ હાઇવે ટચ જ જીલ્લા કલેકટર, જીલ્લા પંચાયત તથા જીલ્‍લા પોલીસ વડાની કચેરીના ત્રણ મોટા સંકુલો આવેલા છે. આ ત્રણેય સંકુલોમાં જીલ્‍લાકક્ષાની મુખ્‍ય સહિત નાની-મોટી તમામ કચેરીઓ પણ આવેલી છે. જેથી જીલ્‍લાના છ તાલુકાની પ્રજાને કોઇપણ કામકાજ અર્થે કચેરીએ આવવું હોય તો આ ઘોરીમાર્ગ પરથી જ થઇને પહોચવું પડે છે. આ ઉપરાંત દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓને સોમનાથ-સાસણ ગીર જવા માટે પણ આ જ ઘોરીમાર્ગ પરથી પસાર થવું પડે છે. એટલે સ્‍પષ્‍ટ રીતે સમજી શકાય કે વેરાવળ-તાલાલા 25 કીમીનો ઘોરીમાર્ગ કેટલો મહત્‍વપૂર્ણ છે.

અન્ય સમાચારો પણ છે...