તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સફળ સર્જરી:આંતરડામાં જામી ગયેલ 4 સેમીનો પથ્થર કઢાયો

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢના તબીબે સરકારી કર્મીની કરી સફળ સર્જરી

જૂનાગઢના તબીબે સરકારી કર્મચારીની સફળ સર્જરી કરી તેમના આંતરડામાંથી 4 સેમીના પથ્થરને બહાર કાઢ્યો હતો. આ અંગે તુષારભાઇ છત્રાળાએ જણાવ્યું હતું કે, શહેરના એક સરકારી કર્મચારીને નાના આંતરડામાં સાંકડા થયેલા ભાગ પાસે મળ જામી ગયું હતું. વળી તેના પર કેલ્શિયમના થર જામી જતા 4 સેમી જેવડો પથ્થર બની ગયો હતો. પથ્થરના કારણે આંતરડાનો રસ્તો અચાનક બંધ પડી જતા પેટમાં અસહ્ય દુખાવો થતો હતો.

બાદમાં દર્દીને ડો. શૈલેષ બારમેડાને ત્યાં દાખલ કરાયા હતા. ડો. શૈલેષ બારમેડાએ 3 કલાકનું સફળ ઓપરેશન કરી આંતરડામાંથી 4 સેમીનો પથ્થર કાઢી આંતરડું પણ પહોળું કરી આપ્યું હતું. આમ, જવર્લેજ જોવા મળતી બિમારીની પણ સફળ સર્જરી કરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...