માંગ:જૂનાગઢ વિસ્તારના રોડમાં આવેલ સ્પિડ બ્રેકર દૂર કરો

જૂનાગઢએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારના રોડમાં આડેધડ રીતે ખડકી દેવાયેલા બિન જરૂરી સ્પિડ બ્રેકર હટાવવાની માંગ કરાઇ છે. આ અંગે ખેડૂત હિત રક્ષક સમિતીના અતુલ શેખડાએ મનપાના કમિશ્નર તુષાર સુમેરાને પત્ર પાઠવ્યો છે. પત્રમાં જણાવાયું છે કે, શહેરમાં બિનજરૂરી રીતે ઉભા કરાયેલા સ્પિડ બ્રેકરો પ્રજાને તેમજ વાહનોને નડતરરૂપ બની રહ્યા છે. હાલ રસ્તાનું રિપેરીંગ કામ થઇ રહ્યું છે ત્યારે આવા નિયમ વિરૂદ્ધના સ્પિડ બ્રેકરને દૂર કરવા જરૂરી છે. સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ જેવી જગ્યાએ સ્પિડ બ્રેકર ભલે હોય પરંતુ તે માટે પણ કમિશ્નર તરીકે આપની મંજૂરી મેળવવી જોઇએ તેમજ સ્પેસીફિકેશન વાળા સ્પિડ બ્રેકર બનાવવાની ખાત્રી આપવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...