તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહત:વેરાવળની સરકારી કોવિડ હોસ્પિટલમાં આવતીકાલથી સવાર-સાંજ બે ટાઈમ મળશે રેમડેસિવીર ઈન્જેક્શન

વેરાવળએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોરોના દર્દીના પરીવારજનોને તકલીફ ના પડે તેવી વ્યવસ્થા ગોઠવવામા આવી

ગીર સોમનાથ જીલ્‍લામાં કોરોના મહામારીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. એવા સમયે કોરોનાના સારવાર માટે રામબાણ ગણાતા રેમડેસીવર ઇન્‍જેકશનોની અછત હોવાથી જીલ્‍લાના કોરોનાના દર્દીઓના પરીવારજનો વલખા મારી રહયા છે. જે અંગેના અહેવાલ અને દર્દીઓને થઇ રહેલ હાડામારીને ઘ્‍યાને લઇ સાંસદ રાજેશ ચુડાસમા, પ્રદેશમંત્રી ઝવેરીભાઇ ઠકરાર સહિતના સ્‍થાનીક નેતાઓએ રાજય સરકારનું ઘ્‍યાન દોરી ઇન્‍જેકશનનો જથ્‍થો ફાળવવા માંગણી કરી હતી. જેના પગલે જીલ્‍લાવાસીઓને રાહતરૂપ જીલ્‍લાકક્ષાની સિવીલ કોવિડ હોસ્‍પીટલમાં રેમડેસીવર ઇન્‍જેકશનનો પુરતો જથ્‍થો રાજય સરકારે ફાળવી દીઘો છે. આવતીકાલથી જીલ્‍લામાં કોરોનાના દર્દીઓને જરૂરીયાત મુજબ રેમડેસીવર ઇન્‍જેકશનો મળી રહે તેવી વ્‍યવસ્‍થા હોસ્‍પીટલ તંત્રએ અમલી બનાવી છે.

ગીર સોમનાથમાં કોરોના દર્દીઓને રાહત મળતા સમાચાર મુજબ હવે જીલ્‍લામાં કોઇપણ નાગરીકએ રેમડેસિવીર ઇન્જેકશન મેળવવા માટે પરેશાન થવું નહીં પડે. કારણ કે, રાજય સરકારે વેરાવળમાં કાર્યરત જીલ્‍લાકક્ષાની કોવિડ હોસ્‍પીટલને જરૂરીયાત મુજબનો રેમડેસીવીર ઇન્‍જેકશનનો પુરતો જથ્‍થો ફાળવ્‍યો છે. આવતીકાલથી સિવીલની કોવિડ હોસ્‍પીટલમાંથી જ રેમડેસીવીર ઇન્‍જેકશનનું વિતરણ શરૂ થશે. જે અંગે કોવિડ હોસ્‍પીટલના ડો.બાલુ રામએ જણાવેલ કે, રેમડેસીવીર ઇન્‍જેકશન માટે હવે દર્દીના સંબંઘીઓને દોડવુ નહીં પડે તેવી વ્‍યવસ્‍થા અમલી બનાવાય છે. જે મુજબ જીલ્‍લામાં કોરોના દર્દીઓની સારવાર આપતા તબીબોને જ સિવીલમાંથી ઇન્‍જેકશન આપવામાં આવશે. જીલ્‍લામાં ખાનગી કોવિડ હોસ્પિટલમાં કોરોનાનો દર્દી દાખલ હોય તો તે હોસ્પીટલના તબીબએ દર્દીઓની વિગત સાથેનું નિયત ફોર્મ ભરી જમા કરાવાનું રહેશે. જેના આધારે સિવીલમાંથી રેમડેસિવીર ઇન્જેકશન ઇશ્યુ કરાશે. જેથી રેમડેસીવીર ઇન્જેકશન મેળવવાના નામે થતી હેરાનગતિ બંધ થશે.

ઇન્‍જેકશન મેળવવા આટલુ કરવાનું રહેશે

ખાનગી કોવિડ હોસ્પીટલના તબીબે પોતાના આઘિકારીક લેટર પેડ પર પોઝિટીવ દર્દીનું નામ સહિતની વિગતો ઉપરાંત દર્દીનો RTPCR, રેપીડ (એન્‍ટીજીન), સીટી સ્‍કેનનો રીપોર્ટ, દર્દીના આઘાર કાર્ડની નકલ, કોવિડ હોસ્‍પીટલમાં દાખલ દર્દીના કેસની વિગત (પ્ર‍િસ્‍ક્રીપ્‍શન) સહી-સીકકા સાથે (ઓરીજનલ) અને ઇડેન્‍ટનું ફોર્મ ભરીને સિવીલમાં આપવાનું રહેશે. જેના આઘારે દર્દીની જરૂરીયાત મુજબના ઇન્‍જેકશન આપવામાં આવશે. આ ઇન્જેકશન આપ્યા બાદ તેની ખાલી બોટલ સિવીલમાં બીજા ઇન્‍જેકશનો લેવા આવે ત્‍યારે અગાઉ લીઘેલ પરત કરવાની રહેશે. જેથી કરીને કાળાબજારી ન થઇ શકે. સિવીલ કોવિડ હોસ્‍પીટલના નવા બિલ્‍ડીંગમાં રૂમ નં.28 માં સવારે 9 થી 1 અને સાંજે 4 થી 6 દરમ્‍યાન ઇન્‍જેકશનો મેળવી શકશે.

સરકારી ભાવે જ મળી રહેશે

ખાનગી કોવિડ હોસ્પિટલના તબીબોને પણ રેમડેસિવીર ઇન્‍જેકશનો સરકારી ભાવે (કેડીલા હેલ્‍થકેરનું રૂ.668.42 તથા હેટેરો હેલ્‍થકેરનું રૂ.1848 પ્રતિ એક લેખે) હાજર સ્‍ટોકમાં જે હશે તે મળશે અને તે જ ભાવે તબીબોએ દર્દીઓને આપવાનું રહેશે. તેમાં વધારાનો નફો કે વધુ પડતો ભાવ લઇ શકશે નહી. આવું થશે તો આવા તબીબ સામે કાર્યવાહી પણ થઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો