લોકડાઉન 4.0:ઊનામાં શાકભાજી વેચતી વિધવાના પુર્નવિવાહ, નવદંપતીએ માસ્ક પહેરી પ્રભુતામાં પગલા પાડ્યા

રાજકોટ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિધવા મહિલાના પુર્નવિવાહ થયા - Divya Bhaskar
વિધવા મહિલાના પુર્નવિવાહ થયા
  • સમાજના લોકોની હાજરીમાં સાદગીપૂર્ણ માહોલમાં વિવાહ સપન્ન થયા

ખાસ કરીને લગ્નના બંધન માટે આપણામાં એવું કહેવાય છે કે લેખ અને અંજળ હોય એમ જ થાય. આ વાતને સાર્થક કરતો કિસ્સો જાણે એમ છે કે ઊનામાં રહેતી 42 વર્ષીય નિસંતાન વિધવા મહિલા શાકભાજી વહેંચી પોતાનું જીવન નિર્વાહ ચલાવે છે. 10 વર્ષ પૂર્વે 32 વર્ષની નાની ઉંમરમાં રેખાબેન વિધવા થયા હતા. આથી રેખાબેન ભગવાન ઉપર ભરોસો રાખીને સંયમ પૂર્વક આજ સુધી એકલતાના અહેસાસ સાથે જીવન જીવતા હતા. જોગાનું જોગ ઊનાના વાંસોજ ગામના રાજેન્દ્રગીરી મંછાગીરી ગોસ્વામી નામના 45 વર્ષીય અપરિણીત વ્યક્તિ સાથે વિધાતાએ એમના લેખ લખ્યા હોય તેમ સમાજ કુટુંબના જવાબદાર વડીલોની મંજૂરીથી આજે બંને લગ્નગ્રંથીથી જોડાયા હતા. લોકડાઉનમાં સરકારની ગાઇડલાઇન મુજબ સાદગીપૂર્ણ લગ્ન યોજાયા હતા.

કોરોનાની નેગેટિવિટીમાં લગ્નમાં પોઝિટિવિટીના દર્શન

સમાજના આગેવાનોની મધ્યસ્થીથી રેખાબેનનો અને રાજેન્દ્રગીરી સાથે 24 મેના રોજ સંબંધ નક્કી થયો હતો. 25 મેના રોજ જાણે ઘડીયા લગ્ન લેવાયા હોય તેમ વાંસોજના ભૂતનાથ મંદિરે વેદોક્ત મંત્રોચ્ચાર અને અગ્નિની સાક્ષીએ વિધીવત પ્રભુતામાં પગલા માંડી નવજીવનનો શુભારંભ કર્યો હતો. આમ નિઃસંતાન અને નિસહાય વિધવા મહિલા રેખાબેનને જાણે સધિયારો મળ્યો હોય તેમ રાજેન્દ્રગીરી તેણીના જીવનસાથી બનતા હાલના કોરોના કાળમાં નેગેટિવિટીને આવકારતા લોકોમાં આ પ્રસંગ જાણે પોઝિટિવિટીના દર્શન કરાવતો હોય એમ લાગી રહ્યુ હતું.  

(અહેવાલ-તસવીર: જયેશ ગોંધિયા, ઊના)

અન્ય સમાચારો પણ છે...