તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદેશ:ધાર્મિક સ્થાનો, વાડીઓ, લારી ગલ્લા, રેસ્ટોરન્ટ, વેપારીઓ ડસ્ટબિન રાખે

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં સ્વચ્છતા જાળવાઇ રહે તે માટે આદેશ
  • જો જાહેરમાં કચરો ફેંકશે તો મનપા દ્વારા કરાશે કાર્યવાહી

જૂનાગઢ શહેરમાં સ્વચ્છતા જળવાઇ રહે તે માટે ડસ્ટબિન રાખવા માટે મનપા દ્વારા આદેશ કરાયો છે. જો ડસ્ટબિન નહિ રાખે અને જાહેરમાં કચરાનો નિકાલ કરાશે તો મનપા દ્વારા નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવાયું છે.

મનપાએ જણાવ્યું છે કે, પર્યાવરણની જાળવણી માટે ધાર્મિક સ્થાનો, વાડીઓ, ધંધાના એકમો, પાર્ટી પ્લોટ, હોટેલ, રેસ્ટોરન્ટ, રહેણાંક, દુકાનદારો, લારી ગલ્લા વાળાઓએ પોતાની જગ્યાના કચરાના પ્રકાર મુજબ બ્લુ(વાદળી) અને લીલા કલરના ડસ્ટબિન રાખવાના રહેશે.

આ ડસ્ટબિનમાં કચરાનો સંગ્રહ કરી બાદમાં મનપાના ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનના આવતા વાહનોમાં નિકાલ કરવાનો રહેશે. જો કોઇ આસામી જાહેર માર્ગ, શેરી, મહોલ્લા કે જાહેર સ્થાનોમાં કચરાનો નિકાલ કરશે તો તેની સામે હેલ્થ બાયોલોઝ મુજબ કાર્યવાહી કરાશે.

અન્ય સમાચારો પણ છે...