તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:સિવીલમાંથી મંજૂરી મળ્યા બાદ જ દર્દીઓ સાથે સગા રહી શકશે

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બિનજરૂરી આંટા મારનાર સામે કાર્યવાહી કરવામાં આવશે
  • પીઆઇ સહિત 30 ના પોલીસ સ્ટાફ દ્વારા ચેકીંગ કરાશે

કોરોના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે સિવીલમાં પણ કાર્યવાહી કરવા રેન્જ ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંહ પવાર, એસપી રવિતેજા વાસમ શેટ્ટીની સૂચના બાદ ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં પીઆઇ સહિત 30નો પોલીસ સ્ટાફ ગોઠવાયો છે. હોસ્પિટલમાં બિનજરૂરી રીતે લોકોના સગા વ્હાલા આંટા મારતા હોય સંક્રમણ વધી જવાની સંભાવના છે.

હવે સિવીલમાં ક્રિટીકલ કન્ડીશન વાળા દર્દી, કે જેની સાથે સગાને રાખવા જરૂરી છે તેઓએ પણ સિવીલમાંથી મંજૂરી મેળવવાની રહેશે. ત્યાર બાદ જ હોસ્પિટલમાં દર્દી સાથે રહી શકશે. જ્યારે બિનજરૂરી રીતે આંટા ફેરા કરનાર અને મંજૂરી વિના હોસ્પિટલમાં રહેતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...