તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુશ્કેલી:લોકડાઉનના કારણે વિજાતીય મિત્રો સાથેના સંબંંધ બગડી રહ્યા છે

જૂનાગઢ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ.ના સલાહ કેન્દ્રમાં અવનવા પ્રશ્નો
 • પાન, બિડી, માવાના વ્યસનીઓએ કહ્યું : અમે જમી શકતા નથી !!

નરસિંહ મહેતા યુનિવર્સિટીના માનસિક સ્વાસ્થ્ય કેન્દ્રના ટીમ લીડર અને સરકારી કોલેજ વંથલીના પ્રિન્સીપાલ ડો. રાજેશ ડોડીયાએ જણાવ્યું હતું કે, કેટલાક યુવાનોએ કહ્યું હતું કે, લોક ડાઉનના કારણે વિજાતીય મિત્રોને મળી શકાતું ન હોય સબંધ બગડી રહ્યા છે. એક યુવાને કહ્યું હતું કે, કેટલાય વર્ષોથી મારા સસરા લગ્નની ના પાડતા હતા. આ વખતે હા પાડી તો કોરોનાના કારણે લગ્ન અટકી પડ્યા. કોરોનાએ મારી જીંદગી બગાડી છે. લારીમાં ફરસાણ વેંચતા યુવાને કહ્યું હતું કે, રોજે રોજનું કમાઇ ખાતા હતા. હવે બચત ખુટી છે, શું કરવું સમજાતું નથી. અમારા અધ્યાપક બહેનોને આવેલા કોલમાં બહેનોએ જણાવ્યું હતું કે, આર્થિક સ્થિતી બગડી રહી છે. સતત ઘરમાં રહેવાથી પતિ,પત્નિ, સાસુના ઝઘડા વધી ગયા છે. ગ્રામિણમાંથી એક ખેડૂતે ફોન કરી જણાવ્યું હતું કે, તરબૂચ વેેચી કરજ ચૂકવવાની ઇચ્છા હતી પરંતુ પૂરતા ભાવ ન મળતા ભાંગી પડ્યો છું. જ્યારે માવા, પાન, બિડી, તમાકુના વ્યસનીઓએ જણાવ્યું હતું કે, અમે કેટલાય દિવસથી જમી શકતા નથી અને બેચેની થાય છે. દરમિયાન નિષ્ણાંતોએ તમામ પ્રશ્નોના મનોવૈજ્ઞાનિક ઉત્તર આપી લોકોને  માર્ગદર્શન પુરૂં પાડયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો