તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:અમરનાથ યાત્રીકો માટે રજીસ્ટ્રેશનની કામગીરી શરૂ ,18 થી 70 વર્ષની વયના ભાવિકો જઇ શકશે

જૂનાગઢ21 દિવસ પહેલા
 • કૉપી લિંક

આગામી 28 જૂનથી શરૂ થનારી અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. આ માટેના ફોર્મ 4 એપ્રિલથી ભરવાના રહેશે. આ અંગે અમરનાથ યાત્રીક મંંડળના બિપીનભાઇ જોશીએ જણાવ્યું હતું કે, 28 જૂનથી શરૂ થનારી 52 દિવસની અમરનાથ યાત્રા માટેના ફોર્મ 4 એપ્રિલથી મળશે. આ ફોર્મ શહેરની યુકો બેન્ક પાસેની પટોળીયા સ્ટેશનરી ખાતેથી મેળવી શકાશે. ફોર્મ મેળવ્યા બાદ 2 ફોટા સાથે સિવીલમાં મેડીકલ કરાવવાનું રહેશે.

ત્યાર બાદ પંજાબ નેશનલ બેન્કમાં જઇ 3 ફોટા સાથે ફોર્મ, મેડીકલ સર્ટિ વગેરે રજૂ કરવાનું રહેશે. બાદમાં પરમિટ ઇશ્યુ કરવામાં આવશે. આ યાત્રામાં 18 વર્ષથી લઇને 70 વર્ષ સુધીના તંદુરસ્ત લોકો જોડાઇ શકશે. જ્યારે કોઇપણ પ્રકારની બિમારી ધરાવતા કે પછી નાના બાળકો તેમજ વૃદ્ધો જોડાઇ નહિ શકે. ત્યારે બર્ફિલા બાબા અમરનાથના દર્શન કરવા ઇચ્છુક ભક્તોને રજીસ્ટ્રેશન કરાવી લેવા અમરનાથ યાત્રીક મંડળ દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો