• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Regarding Uttarayan, Mangrole Police Staff Made Mike Allowances In Various Areas And Made People Aware Not To Use Chinese Cords And Follow The Rules.

પોલીસની અપીલ:ઉત્તરાયણને લઇ માંગરોળ પોલીસ સ્ટાફે વિવિધ વિસ્તારોમાં માઇક એલાઉન્સ કરી ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા અને નિયમોનું પાલન કરવા લોકોને જાગૃત કર્યા

જુનાગઢ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

માંગરોળ મકર સંક્રાતિના તહેવારને લઈ પોલીસ દ્વારા માઇક એલાઉનસ કરી લોકોને જાગૃત કરી ચાયનીઝ દોરીનો ઉપયોગ ન કરવા અને વેપારીઓ પોતાની જાગૃતિ દાખવી નિયમોનું પાલન કરે તેવા પ્રયાસો હાથ ધર્યા હતા. જૂનાગઢ જિલ્લાના પોલીસ સ્ટાફ દ્વારા મકરસંક્રાતિ તહેવારને લઈ ચાયનીઝ દોરા તેમજ ચાયનીઝ તુકલ (ફાનસ) વેચાણ કરનાર વેપારીઓ ત્યાં ચેકીંગ હાથ ધર્યું હતું.

માંગરોળ પી.એસ.આઈ એસ.એ.સોલંકી તથા પોલીસ સ્ટાફ દ્વારા લીમદાચોક પોઈટ મેન બજાર સહિતના વિવિધ વિસ્તારમાં મકરસંક્રાતિ તહેવારને લઈ ચાયનીઝ દોરા તેમજ ચાયનીઝ તુકલ (ફાનસ) વેચાણ કારનાર વેપારીઓએ વહેંચાણ કરનાર ઉપર ધોરણસર કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે તથા લોકોમાં વેપારીઓ માં જાગૃતતા આવે તે બાબતે માંગરોળ પોલીસ સ્ટાફ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...