• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Regarding The Comment Made By Anandsagar Swami About Lord Shivaji, He Said 'Don't Comment On Gods And Goddesses, The Saints Of Swaminarayan Should Oppose The Comment'.

ઈન્દ્રભારતી બાપુની પ્રતિક્રિયા:ભગવાન શિવજી અંગે આનંદસાગર સ્વામીએ કરેલી ટીપ્પણી અંગે કહ્યું- 'દેવી દેવતાઓ અંગે ટીપ્પણી કરો નહીં, સ્વામીનારાયણના સંતો ટીપ્પણીનો વિરોધ કરે'

જુનાગઢએક મહિનો પહેલા
  • વિવાદિત ટીપ્પણીને લઈ વિવાદ થતા આનંદસાગર સ્વામીએ માફી માગી હતી

સોખડા મંદિરથી જુદા થયેલા પ્રબોધસ્વામી જૂથના આનંદસાગરસ્વામીનો અમેરિકામાં પ્રવચન દરમિયાન શિવજી અંગે ટિપ્પણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ત્યારે જૂનાગઢના રુદ્રભારતી આશ્રમના મહંત ઈન્દ્રભારતી બાપુએ આનંદસ્વામીના નિવેદનને લઈ તીખી પ્રતિક્રિયા આપી છે.

આનંદસાગર સ્વામી
આનંદસાગર સ્વામી

આનંદસ્વામીએ કરેલી ટીપ્પણીને ઈન્દ્રભારતી બાપુએ વખોડી
જૂનાગઢના રુદ્રભારતી આશ્રમના મહંત ઈન્દ્રભારતી બાપુએ આજે એક વીડિયોના માધ્યમથી આનંદસાગર સ્વામીએ ભગવાન શિવજીને લઈ કરેલી ટીપ્પણીને વખોડી હતી. સાથે અપીલ કરી હતી કે, સ્વામીનારાયણના તમામ સંતો આનંદસાગર સ્વામીનો વિરોધ કરે. દેવીદેવતાઓ અંગે ટીપ્પણી ન કરવા કહ્યું હતું.

પ્રવચનમાં શું કહ્યું હતું આનંદસ્વામીએ?
સાધુ આનંદસાગરે અમેરિકામાં પ્રવચનમાં કહ્યું હતું કે પોતે જેના સમર્થક છે તે પ્રબોધ જીવનદાસજી માટે કહે છે કે ‘ધરતી ઉપર દીકરો રહે છે. નિશિત એનું નામ છે. પ્રબોધસ્વામી તેમના રૂમમાં હતા અને નિશિતભાઈને બોલાવીને કહી દીધું હતું કે જા એવીડીના મેઈન ગેટ પાસે જા. બીજી કોઈ આજ્ઞા હતી નહીં એટલે નિશિતભાઈ જે મેઈન ગેટ હતો ત્યાં ગયા તો એ બંધ હતો. ગેટની બહાર શિવજી ઊભા હતા. પ્રોપર નિશિતભાઈએ વર્ણન કર્યું કે આપણે પિક્ચરમાં જોઈએ એ રીતે શિવજી જટાવાળા, નાગ વીંટેલો, રુદ્રાક્ષ પહેરેલી, હાથમાં ત્રિશૂળ સાથે ઊભા હતા. નિશિતભાઈએ પ્રાર્થના કરી કે આપ અહીં સુધી આવ્યા છો તો અંદર પધારો. પ્રબોધસ્વામીના પણ આપને દર્શન થઈ જાય. ત્યારે શિવજીએ તેમને કહ્યું, પ્રબોધસ્વામીના મને દર્શન થાય એવા મારા પુણ્ય જાગ્રત નથી થયા, પણ મને તમારાં દર્શન થઈ ગયાં એ મારું અહોભાગ્ય છે, એમ કહી શિવજી એ યુવક નિશિતભાઈને ચરણસ્પર્શ કરીને જતા રહ્યા.’ જો કે, આ વીડિયોને લઈ હોબાળો મચતા બાદમાં આનંદસ્વામીએ માફી પણ માગી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...