તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાના આજે રેકર્ડબ્રેક નવા 45 કેસ નોંધાયા, આજે એકપણ દર્દી ડીસ્ચાર્જ નહીં

વેરાવળએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આજે જિલ્લામાં 1,695 લોકોને કોરોનાની રસી આપવામાં આવી
 • વેરાવળ-અમદાવાદ વચ્‍ચે દોડતી સ્‍પેશીયલ ટ્રેન કાલથી બંઘ થશે

કોરોના મહામારીની બીજી લહેરમાં ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાનો કેસો દિન-પ્રતિદિન વઘી રહ્યાં છે. ત્‍યારે જિલ્લામાં આજે પ્રથમ વખત કોરોનાના નવા રેકર્ડબ્રેક 45 કેસો નોંધાયા છે. આજે જે નવા કેસ નોંધાયા છે તેમાં વેરાવળમાં 15, સુત્રાપાડામાં 3, કોડીનારમાં 1, ઉનામાં 24, ગીરગઢડામાં 1, તાલાલામાં 1 કેસો નોંઘાયા છે. આજે જીલ્‍લામાં એક પણ મૃત્‍યુ નોંઘાયેલ નથી અને એક પણ દર્દીને ડીસ્‍ચાર્જ કરાયો નથી.

જિલ્લામાં એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. તો બીજી તરફ રસીકરણની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે. અત્‍યાર સુઘીમાં ગીર સોમનાથ જિલ્લામાં 1 લાખ 31 હજાર 437 લોકોને કોરોના રસીથી સુરક્ષિત કરાયા છે. જ્યારે આજે વઘુ 1,695 લોકોનું રસીકરણ પૂર્ણ કરાઇ ચૂક્યું છે.

વેરાવળ-અમદાવાદ વચ્‍ચે દોડતી સ્‍પેશિયલ ટ્રેન કાલથી બંઘ થશે

તાજેતરમાં જ શરૂ કરાયેલ વેરાવળ-અમદાવાદ-વેરાવળ સ્‍પેશીયલ ટ્રેન તા.19 થી બંઘ કરવાનો રેલ તંત્રએ નિર્ણય કર્યો છે. જે અંગે જણાવેલ કે, યાત્રીઓની કમીના કારણે સ્‍પેશિયલ ટ્રેન બંઘ કરવામાં આવી છે. જેમાં ટ્રેન નં.9258 વેરાવળથી અમદાવાદ માટે ઉપડતી ટ્રેન તા.19 એપ્ર‍િલથી અને ટ્રેન નં.9257 અમદાવાથી વેરાવળ માટે ઉપડતી ટ્રેન તા.20 એપ્ર‍િલથી દોડતી બંઘ થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો