કોરોના અપડેટ:ગીર સોમનાથ જિલ્લામાં આજે કોરોનાના રેકોર્ડબ્રેક 121 કેસ, ટેસ્ટિંગ કીટના અભાવે આજે ટેસ્ટિંગ બંધ રહ્યા

વેરાવળ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે જીલ્‍લામાં 3,140 લોકોનું રસીકરણ કરાયુ, 44 દર્દી ડીસ્ચાર્જ થયા

કોરોના મહામારીની બીજી લહેરમાં ગીર સોમનાથ જિલ્લામાં કોરોના કેસો દિન-પ્રતિદિન નવા રેકર્ડ સર્જી રહયા છે. ત્‍યારે જિલ્લામાં આજે સતત ચોથા દિવસે કોરોનાના કેસોએ એક સૌ ને પાર છે. જીલ્‍લામાં આજે નવા રેકર્ડબ્રેક 121 નવા કેસ નોંધાયા છે જેમાં વેરાવળમાં 24, સુત્રાપાડામાં 12, કોડીનારમાં 14, ઉનામાં 25, ગીરગઢડામાં 13, તાલાલામાં 33 કેસો નોંઘાયા છે. આજે જીલ્‍લામાં એક પણ મૃત્‍યુ નોંઘાયેલ નથી. આજે સારવારમાં રહેલા 44 દર્દીઓ કોરોનાને માત આપી સ્‍વસ્‍થ થયા છે.

જિલ્લામાં એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. તો બીજી તરફ રસીકરણની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે. અત્‍યાર સુઘીમાં ગીર સોમનાથ જિલ્લામાં 1 લાખ 47 હજાર 556 લોકોને કોરોના રસીથી સુરક્ષિત કરાયા છે. જ્યારે આજે વઘુ 3,140 લોકોનું રસીકરણ પૂર્ણ કરાઇ ચૂક્યું છે.

ટેસ્ટિંગ કીટના અભાવે આજે ટેસ્ટિંગની કામગીરી ઠપ્પ રહી

ગીર સોમનાથ જીલ્‍લામાં કોરોનાનું સંક્રમણ બેકાબુ બન્‍યુ છે. ત્‍યારે કોરોનાના સામાન્‍ય લક્ષણો જણાતા લોકો ટેસ્‍ટીંગ કરાવવા બહાર નિકળે ત્‍યારે કીટોના અભાવે ટેસ્‍ટ કરાવવા માટે જુદા જુદા સ્‍થળોએ ભટકવું પડી રહયુ છે. દરમ્‍યાન આજે ગીર સોમનાથ જીલ્‍લાને ઉચ્‍ચકક્ષાએથી કોરોના ટેસ્‍ટીંગની કીટો ન ફાળવાયેલ હોવાથી જીલ્‍લાભરમાં ટેસ્‍ટીંગની કામગીરી અટકી પડી હોવાનો સ્‍વીકાર તંત્રના જવાબદારોએ કરી જણાવેલ કે, ઉચ્‍ચકક્ષાએથી ટેસ્‍ટીંગ કીટનો જેટલો જથ્‍થો જીલ્‍લાને ફાળવે તે વસતિની દ્રષ્‍ટીએ તાલુકાઅોને ફાળવણી કરવામાં આવે છે. થોડા દિવસોથી માંગણી કરતા અોછી કીટો ઉચ્‍ચકક્ષાએથી મળી રહી હોવાથી વારંવાર ટેસ્‍ટીંગ બાઘિત થઇ રહયુ છે. ત્‍યારે ગીર સોમનાથ જીલ્‍લાને રાજય સરકાર જરૂરીયાત મુજબ ટેસ્‍ટીંગ કીટનો જથ્‍થો ફાળવે તેવી લોકમાંથી માંગણી ઉઠી છે.

ઉના જેલામાં કેદીઓને વેકસીન અપાયાની તસ્‍વીર
ઉના જેલામાં કેદીઓને વેકસીન અપાયાની તસ્‍વીર

ઉના સબજેલના 31 કેદીઓને વેક્સિન આપી રક્ષિત કરાયા

કોરોનાના સંક્રમણને અટકાવવા રાજ્ય સરકાર વેકસીનેશનના કાર્યક્રમને વેગવતુ બનાવવા સામાજીક સંસ્‍થાઓ અને સમાજોને સાથે રાખી કેમ્‍પો કરી રહી છે. જે મુહિમ અંર્તગત જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ઉના સબ જેલના 31 જેટલા કેદીઓને કોવીશિલ્ડ રસી આપી રક્ષિત કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...