તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેબીનાર:ફિલ્ટર કર્યા વિના રિચાર્જથી કૂવાની સરવાણી પૂરાઇ શકે છે, 150 ખેડૂતોને માહિતગાર કરાયા

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં ભૂર્ગભજળ રિચાર્જની પદ્ધતિ અંગે વેબીનાર

વૈજ્ઞાનિક પદ્ધિતીથી કૂવા, બોરના ભૂગર્ભજળને વરસાદી પાણીથી રિચાર્જ કરવાની પદ્ધતી અંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં ઓનલાઇન વેબીનાર યોજાયો હતો. આ તકે 150થી વધુ ખેડૂતો જોડાયા હતા જેને માર્ગદર્શિત કરાયા હતા. હાલ વરસાદ અનિયમિત થયો છે. ક્યારે ઓછો વરસાદ પડે ત્યારે પિયતની ખેંચ રહે છે. જ્યારે વધુ વરસાદ પડે છે ત્યારે વરસાદી પાણી દરિયામાં વહી જાય છે જેથી ઉનાળામાં પિયત માટે પુરતું પાણી મળતું નથી. ત્યારે વરસાદી પાણીથી કૂવા, બોર રિચાર્જ કરવા જોઇએ અને તે પણ વૈજ્ઞાનિક પદ્ધતિથી.

જો વરસાદી પાણીને ફિલ્ટર કર્યા વિના ભૂગર્ભ જળને રિચાર્જ કરવામાં આવે તો કૂવાની સરવાણી બંધ થઇ શકે છે. માટે વરસાદી પાણીથી રિચાર્જ વૈજ્ઞાનિક પદ્ધતિની ફિલ્ટર દ્વારા કરવા સમજ અપાઇ હતી. કુલપતિ ડો. વી.પી.ચોવટીયા, વિસ્તરણ નિયામક ડો.એચ.એમ.ગાજીપરાના માર્ગદર્શનમાં યોજાયેલ વેબીનારમાં ડો.એન.કે.ગોટીયા, ડો.એચ.ડી.રાંકે માર્ગદર્શન આપ્યું હતું. વેબીનારને સફળ બનાવવા આત્મા, એફપ્રો, પર્યાવરણ ગતિવિધી જેવી સંસ્થા જોડાઇ હતી. સંચાલન ડો.વી.કે.તિવારી અને ડો.જી.વી.પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું.

રિચાર્જ માટે આ છે વૈજ્ઞાનિક રીત
વરસાદી પાણી સિધું કૂવામાં નાંખવાથી સરવાણી બુરાઇ શકે છે. ત્યારે એક કુંડી બનાવી તેમાં સૌથી નીચે મોટા પથ્થર, તેની ઉપર નાના પથ્થર, તેની ઉપર જીણા કાંકરા અને તેની ઉપર રેતીનું થર બનાવવું જોઇએ.આ રીતે ફિલ્ટર થયા બાદ વરસાદી પાણી કૂવામાં ઉતારવું જોઇએ.

અન્ય સમાચારો પણ છે...