તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકાર તંત્ર:રિ-સર્વેની ભૂલ સુધારવા કરેલી અરજી 18 માસ પછી પણ પેન્ડીંગ

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કબ્જા, નામ, નકશા આકૃત્તિમાં ફેરફાર, ક્ષેત્રફળમાં ભૂલ
  • સત્વરે ભૂલો સુધારી આપવા સીએમને કરાઇ રજૂઆત

જૂનાગઢ ડીએલઆર શાખા દ્વારા પ્રમોલગેશન થયેલ રિસર્વેની કામગીરીમાં અનેક ભૂલો રાખી દેવાઇ છે. વળી, આ ભૂલો સુધારવાની અરજીનો 18 માસ બાદ પણ નિકાલ આવતો ન હોય આ મામલે રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરાઇ છે. આ અંગે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, મહેસુલ મંત્રી કૌશિકભાઇ પટેલ, ચિફ સેક્રેટરીને પત્ર પાઠવ્યો છે. પત્રમાં જણાવાયું છે કે, સરકારે ખેડૂતોની મરજી વિરૂદ્ધ પ્રમોલગેશનની કામગીરી કરી છે.

આ કામગીરીમાં કબ્જા ફેરફાર, નકશા આકૃત્તિમાં ફેરફાર, નામમાં ફેરફાર અને ક્ષેત્રફળમાં પણ ફેરફાર કરી દેવાયા છે! દરમિયાન આ ભૂલો સુધારવા કરેલી અરજી 18 માસ પછી પણ પેન્ડીંગ છે, ભૂલો સુધારવાની કોઇ જ કાર્યવાહી કરવામાં આવતી નથી! માણાવદર તાલુકાના સરાડીયા ગામના ભરતભાઇ હરસુખભાઇ નકુમ અને હમીરભાઇ નાથાભાઇ રામના પ્રમોલગેશન રિસર્વેની માપણીમાં કબ્જા ફેરફાર કરાયો છે. આ મામલે 30 ડિસેમ્બર 2019માં અરજી કરી ભૂલો સુધારવા જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...