શું કહેવું?:...રે માનવ, ગાયના પેટમાં પ્લાસ્ટિક ધરબ્યું, હવે સિંહના મોઢામાં જૂતું

જૂનાગઢ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

સાવજના મોમાં ચંપલ ? શું કહેવું? જંગલના રાજાના મોમાં ચંપલ વિચારવા જેવી બાબત છે. પરંતુ આ વાસ્તવિકતા છે. જી હા, એક મહિના પહેલાં સાવરકુંડલા રેન્જમાં આવેલા 250 થી 300 હેક્ટરના વીડી વિસ્તારમાં સાવરકુંડલા રેન્જના રાઉન્ડ ફોરેસ્ટર યાસીન જુણેજાએ પેટ્રોલિંગ દરમ્યાન આ તસવીર તેમના કેમેરામાં લીધેલી છે.

પ્રાણીઓ પણ સમજે છે પણ માનવી ક્યારે સમજશે
તસવીર ઘણું કહી જાય છે. આપણે જ્યાં ત્યાં પ્લાસ્ટિકની સાથે અન્ય માનવ ઉપયોગી વસ્તુઓ ફેંકીએ છીએ.પર્યાવરણ અને જીવસૃષ્ટિ પર તેની અસરની ગંભીરતાનો આપણને ખ્યાલજ નથી હોતો. કાળા માથાનો માનવી હવે સુધરે તો સારું. અહીં સાવજ માનવીને સંદેશ આપે છે કે પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવો જોઈએ. પણ માનવી આખરે ક્યારે સમજશે?

અન્ય સમાચારો પણ છે...