ફરિયાદ:રાવણી-કુબા ગામે મારી વાડી છે અહીંયા કોઈએ આવવું નહીં કહીને કુહાડી ઝીંકી

જૂનાગઢ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મજૂર કપાસ કાઢવાની કામગીરી કરી રહ્યાં’તા ને મામલો ઉગ્ર બન્યો
  • ગાળો ભાંડી મંુઢ માર પણ માર્યો 1 શખ્સ વિરૂદ્ધ વિસાવદર પોલીસમાં ફરિયાદ

વિસાવદર પંથકના રાવણી-કુબા ગામે યુવાનના ખેતરમાં કપાસ કાઢવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે એક શખ્સ આવ્યો હતો અને બોલાચાલી કર્યા બાદ મામલો ઉગ્ર બન્યો હતો અને કુહાડી વડે હુમલો થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસે ફરિયાદ લઈ આગળ ધોરણસરની તજવીજ હાથ ધરી હતી.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ,વિસાવદર પંથકના રાવણી-કુબા ગામે રહેતાં ભીખુભાઇ કચરાભાઈ રાબડીયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ,ભીખુભાઇ ખેતરમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું હોય જે કપાસ મજૂરો દ્રારા કાઢવામાં આવતો હતો ત્યારે હિરેન વીકમાં રહે.માંડાવળ વાળો આવ્યો હતો અને ભીખુભાઈને કહ્યું હતું કે મારી વાડી છે અહીં કોઈએ આવવું નહીં બાદમાં ગાળો ભાંડી હતી અને મુઢ માર પણ માર્યો હતો તેમજ કુહાડી વડે હુમલો કરી હાથના ભાગે ઈજા પહોંચાડી હતી તેમજ માથાના ભાગે કિચન માર્યું હતું જેથી હિરેન વિરૂદ્ધ વિસાવદર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઈ છે અને પોલીસે વધુ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...