શિક્ષા વર્ગ:જૂનાગઢમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 20 દિવસીય શિક્ષા વર્ગનો પ્રારંભ, સૌરાષ્ટ્રના 300 જેટલા સ્વયંસેવકો સહભાગી થશે

જૂનાગઢ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રતિ વર્ષ ઉનાળાના વેકેશન દરમિયાન પ્રથમ, દ્વીતિય અને તૃતિય વર્ષનાં સંઘ શિક્ષા વર્ગો દેશભરમાં યોજાય છે

જૂનાગઢમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 20 દિવસીય શિક્ષા વર્ગનો પ્રારંભ થયો છે. જેમાં સૌરાષ્ટ્રના 300 જેટલા સ્વયંસેવકો સહભાગી થવાના છે. વ્યકિત નીર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણના વ્યાપક સંકલ્પનને વરેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં સ્વયંસેવકોનું ઘડતર તેના લક્ષ્યને અનુરૂપ કાર્યકર્તા નિર્માણ માટે પ્રતિ વર્ષ ઉનાળાના વેકેશન દરમિયાન પ્રથમ, દ્વીતિય અને તૃતિય વર્ષનાં સંઘ શિક્ષા વર્ગો દેશભરમાં યોજાઈ છે. જેના ભાગરૂપે સૌરાષ્ટ્ર - કચ્છનો આ વર્ષે પ્રથમ વર્ગ જૂનાગઢની આલ્ફા સ્કુલ ખાતે પ્રારંભ થયો છે. જેમાં સૌરાષ્ટ્ર પ્રાંતમાંથી લગભગ 70 સ્થળોએથી 300 જેટલા સ્વયંસેવકો 20 દિવસીય શિક્ષણ પ્રાપ્ત કરવા માટે સ્વખર્ચે પહોચ્‍યા છે.

આ શિક્ષાર્થીઓને પ્રશિક્ષણ આપવા માટે શિક્ષકો, પ્રબંધકો પણ સ્વખર્ચે જ આવતા હોય છે. સમગ્ર વર્ગ દરમિયાન સંઘના અખિલ ભારતીય, ક્ષેત્રીય અને પ્રાંતિય અધીકારીઓનું રાષ્ટ્ર અને સમાજ જીવનના વિવિધ વિષયો ઉપર બૌદ્ધિક પ્રશિક્ષણ ઉપરાંત દંડ, વ્યાયામ યોગ, સુર્યુનમસ્કાર, આસન, પ્રાણાયમ જેવા શારીરીક વિષયોનું પણ શિક્ષણ આપવામાં આવશે. જૂનાગઢ ખાતે પ્રારંભ થયેલા ઉદ્ધાટન સત્રમાં અતિથી વિશેષ તરીકે પુષ્ટી ભક્તિમાર્ગના આચાર્ય વ્રજેન્દ્રકુમારજી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં પશ્ર્ચિમ ક્ષેત્રના સંઘચાલક ડો.જયંતિ ભાડેશીયા, વર્ગાધીકારી સુખદેવ વણોટ, વર્ગકાર્યવાહ ચંદ્રકાન્ત ઘેટીયાએ ભારત માતાની પ્રતિમા સમક્ષ દિપ પ્રાગટ્ય કરી વર્ગનો પ્રારંભ કરાવ્યો હતો.

વજેન્દ્રકુમારજીએ અજ્ઞાન તમિરાંધસ્ય શ્રલોકથી કરતા આ સાધના કરવા આવેલા સ્વયંસેવકોને જણાવ્યુ કે, ભારતની અમુલ્ય ધરોહર આપણી વેદ પુરાણની વિચારધારા અને તેને જીવવાનો પ્રયાસ, આપણું ભારત જયાં શાસ્ત્રોકત જીવનની કટીબદ્નતા જેમાં ધૈર્ય, સહનશિલતા જેવા ગુણો એટલે યે ભારત દેશ મેરા. અહીંથી વીસ દિવસના અંતે આ વારસો લઇને જવા અપીલ કરી હતી. વધુમાં જીવનભર વૈદિક સનાતન પરંપરા એનું શાસ્ત્રીય વૈદિક જ્ઞાન પ્રાપ્ત કરવા સાથે ભારતીય જીવન પદ્ધતિનો પ્રચાર-પ્રસાર કરીએ. સંગઠન દ્રારા આ પરંપરા જીવંત રહેશે. આજીવન સદગુણો ગ્રહણ કરી જન-જન સુધી ભારતને વિશ્વગુરુ બનાવવા માટે સમર્પિત થઇએ. તમારા જેવા નવયુવાનો આ માટે કટીબદ્ધ થવા સાથે આ સ્થાન પર પ્રાપ્ત સંકલ્પ શક્તિથી રાષ્ટ્ર માટે કાર્ય કરવા પરમાત્મા આપણને બધાને આશિર્વાદ આપશે.

જયારે વર્ગ કાર્યવાહ ચંદ્રકાન્તભાઇએ વર્ગની પૂર્વભૂમિકા વિષયક વાત કરતા કહ્યું કે, સંઘનું કાર્ય વ્યકિત નિર્માણ દ્વારા સમાજ નિર્માણ અને રાષ્ટ્રની સર્વાંગીણ ઉન્નતિ. અહીં આ મહાન કાર્ય માટે આપણે આપણી જાતને ઘડવાની છે. અહીં સર્ટીફીકેટ નથી મળવાનું પણ જીવનનું ભાથુ મળશે. સંઘનાં સ્વયંસેવક તરીકે ગુણ-દોષના સ્વયં આકલનની તક. આપણો ગુણ વ્યવહાર સંઘનાં સ્વયંસેવકો જેવો બને એવું શીખવાનું. આ જ માર્ગે કાર્ય કરતા કરતા રાષ્ટ્ર પરમ વૈભવનાં સિંહાસને આરૂઢ થશે. વર્ગનાં અંતિમ દિવસે સમારોહ કાર્યક્રમમાં શિક્ષાર્થીઓને માર્ગદર્શન આપવા સંઘનાં રામલાલજી અગ્રવાલ આવશે.

અન્ય સમાચારો પણ છે...