સોરઠમાં સાવજ ગરજે:ગીર જંગલના ગ્રામ્ય વિસ્તારમાં ભરબપોરે સિંહ કપલની લટાર, દુર્લભ નજારો કેમેરામાં કેદ થયો

ગીર સોમનાથએક મહિનો પહેલા
  • સિંહ-સિંહણ અચાનક રસ્તા ઉપર આવી જતા રાહદારી લોકોના પગ અને વાહનોના પૈડા થંભી ગયા
  • એક વાહન ચાલકે પોતાના મોબાઈલમાં કપલનો દુર્લભ નજારો કેદ કરી લીધો

ગીર જંગલ બોર્ડરની આસપાસના ગ્રામ્ય વિસ્તારના રસ્તા ઉપર ભરબપોરે સિંહ કપલ લટાર મારતું જોવા મળતા રાહદારીઓના પગ અને વાહનોના પૈડા થંભી ગયા હતા. જે દરમિયાન એક વાહન ચાલકે પોતાના મોબાઈલમાં સિંહનો દુર્લભ નજારો કેદ કરી લીધો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વાયરલ વીડિયોમાં જોવા મળતુ સ્થળ ગીર જંગલ નજીકના ગ્રામ્ય વિસ્તારને જોડાતા કોઈ ગ્રામ્ય પંથકના રસ્તાનું હોવાનું જાણકારો અનુમાન વ્યક્ત કરી રહ્યા છે.

સિંહ-સિહણને જોઇને વાહનોના પૈડા થંભી ગયા
ચાલુ વર્ષે પડી રહેલી આકરી ગરમીના કારણે અકળાઈને ગીર જંગલમાંથી સિંહ, દીપડા સહિતના વન્યપ્રાણીઓ જંગલ વિસ્તારની બહાર નીકળી આંટાફેરા કરતા વારંવાર જોવા મળી રહ્યા છે. ત્યારે વધુ એક વખત સિંહ કપલ ગ્રામ્ય વિસ્તારના કોઈ રસ્તા ઉપર આંટાફેરા કરતું હોવાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં જોવા મળતા મુજબ ભરબપોરે અચાનક જ સિંહ-સિંહણ રસ્તા ઉપર ચડી આવ્યા હતા.

કપલ લટાર મારતુ આગળ નીકળી ગયું
સિંહ-સિંહણને જોઈ તે સમયે રસ્તા પરથી પસાર થઈ રહેલ રાહદારી લોકોના પગ અને વાહનોના પૈડા થંભી ગયા હતા. બાદમાં સિંહો રસ્તા પર ચાલતા ચાલતા આગળ નીકળી ગયા હતા. ત્યારે સિંહોની સામે રસ્તા ઉપર ઉભી રહી ગયેલી એક ફોર વહીલ વાહનના ચાલકે બંન્ને સિંહોના દ્રશ્યો પોતાના મોબાઈલમાં કેદ કરી લીધા હતા. આ દ્રશ્યો કેદ કરતી સમયે ચાલકની નજરથી નજર સિંહએ નજર મિલાવ્યા હોવાનું અદભુત દ્રશ્ય કેદ થઈ ગયુ હતુ. આ વાયરલ વીડિયો ગીર જંગલના બોર્ડરના ગ્રામ્ય પંથકને જોડતા રસ્તાનો હોવાનું અનુમાન છે.

અન્ય સમાચારો પણ છે...