તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વેક્સિનેશન:યાર્ડમાં 200ના રેપીડ ટેસ્ટ થયા 300ને કોરોના વેક્સિન અપાઇ

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બજાર સમિતીના હોદ્દેદારો, ખેડૂતો, વેપારીની ઉપસ્થિતી

જૂનાગઢના માર્કેટીંગ યાર્ડ ખાતે આરોગ્ય સમિતી અને યાર્ડના સંયુક્ત ઉપક્રમે બીજી વખત કોરોના વેક્સિનેશન અને રેપીડ ટેસ્ટ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં 200ના રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા જ્યારે 300ને કોરોના વેક્સિન અપાઇ હતી.

આ અંગે યાર્ડના ચેરમેન અને જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઇ પટેલે જણાવ્યું હતું કે, આ પ્રસંગે કેબીનેટ મંત્રી જવાહરભાઇ ચાવડાએ દિપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મુક્યો હતો. કેમ્પમાં યાર્ડના વેપારીઓ, તેમના પરિવારજનો, યાર્ડમાં કામ કરતા મજૂરો જોડાયા હતા. જ્યારે વેપારી મિત્રોને અનુરોધ કરાયો હતો કે, રેપીડ ટેસ્ટમાં કોરોના પોઝિટીવ આવે તો તેમના માટે જરૂરી દવા તેમજ હોસ્પિટલ ખાતે સારવાર મળી રહે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન ઇન્ચાર્જ સેક્રેટરી પી. એસ. ગજેરાએ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...