જુનાગઢ જીલ્લાના વંથલીમાં પીએસઆઈ એમ.કે. મકવાણા તેમજ રેપિડ એક્શન ફોર્સ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. રેપિડ એક્શન ફોર્સ અને પોલીસના ફૂટ પેટ્રોલિંગથી સમગ્ર વંથલીની જનતામાં કુતુહલ સર્જાયું હતું. આ બાબતે આર.પી.એફ.ના ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર કુમારને પુછાતા જણાવાયું હતું કે, આ પરિચય અભ્યાસથી લોકોમાં પોલીસની છબીને વધુ મજબુત બનાવવા અને અસામાજિક તત્વો પર પોલીસનું નિયંત્રણ રાખવામાં સ્થાનિક પોલીસને મદદ કરવાનો છે. સાથે સાથે મીડિયા સાથેની વાતમાં વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં કે સ્થાનિક વિસ્તારમાં જ્યારે આપાતકાલિન સ્થિતિનું નિર્માણ થાય, ત્યારે રેપીડ એક્શન ફોર્સ દ્વારા આ વિસ્તાર પરિચિત હોય તો કાયદો અને વ્યવસ્થા જાળવવામાં અનુકુળતા રહે.
ગુન્હેગારોમાં ભય જાળવી રાખવા મોકડ્રીલ
અત્રે ઉલ્લેખનીય છે કે સમયાંતરે અલગ અલગ એજન્સીઓ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવBE અનેક મોક ડ્રીલ કરવામાં આવતી હોય છે. જેમાં ગુન્હેગારોમાં પોલીસ પ્રત્યેનો ભય જાળવી રાખવો અને સામાન્ય પ્રજાને પોલીસ થકી સલામતીનો અહેસાસ કરાવવાનો હોય છે.
RAF એટલે "રેપિડ એક્શન ફોર્સ" એ એક વિશિષ્ટ દળ છે. જેની રચના ઓક્ટોબર 1992માં CRPFની 10 સ્વતંત્ર બટાલિયનમાં રૂપાંતર કરીને કરવામાં આવી હતી. આ એકમો રમખાણો, હુલ્લડો જેવી પરિસ્થિતિઓ, સમાજના તમામ વર્ગો વચ્ચે આત્મવિશ્વાસ નિર્માણ અને આંતરિક સુરક્ષા ફરજ માટે બનાવવામાં આવ્યા છે.RAF એ સૌથી ભરોસાપાત્ર દળ છે, જે કટોકટીની સ્થિતિમાં સમય ગુમાવ્યા વિના, ઓછામાં ઓછા સમયમાં સ્થળ પર પહોંચી જાય છે અને સામાન્ય લોકોમાં પહોંચવાથી તેઓ સુરક્ષિત બને છે અને તેમનામાં વિશ્વાસ જગાડે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.