દુષ્કર્મ:સગીરા પર દુષ્કર્મ, પાંચ માસનો ગર્ભ રાખી દીધો,

જુનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભેંસાણનાં રાણપુર ગામની ઘટના
  • અવાર નવાર ઘરે આવતો હોય સગીરાને ભોળવી લીધી'તી

ભેંસાણ પંથકના રાણપુર ગામે રહેતાં એક પરિવારને ત્યાં એક શખ્સ અવાર નવાર આવતો હોય જેથી સગીરાનાસંપર્કમાં આવ્યો હતો અને લલચાવી ફોસલાવી દુષ્કર્મ આચરી ગર્ભ રાખી દીધો હતો.આ બનાવની જાણ પરિવારજનો ને થતા પોલીસ મથકે પહોંચ્યા હતા.જ્યાં ગામના જ એક શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા વધુ આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ બનાવ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ,ભેંસાણ તાલુકાના રાણપુર ગામે રહેતો વિશાલ ધીરૂભાઈ ડાભી નામનો શખ્સ એક પરિવારના ઘરે અવાર નવાર જતો હતો અને આ પરિવારની સગીરા ના સંપર્ક માં આવ્યો હતો અને બાદમાં વિશાલે આ સગીરાને લલચાવી ફોસલાવી હતી અને બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું.અને પાંચ માસનો ગર્ભ રાખી દીધો હતો.આ બનાવની જાણ થતાં પરિવાર પોલીસ મથકે પહોંચ્યો હતો જ્યાં વિશાલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...