માળિયા પંથકનાં ઝડકા ગામે ચૂંટણી બાબતનાં કોઈ મનદુ:ખને લઈ યુવાનને ઢીકાપાટુનો માર માર્યો હતો. આ ઉપરાંત લાકડી વડે હુમલો થતા બે શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. જ્યારે સામાપક્ષે પણ ફરિયાદ નોંધાતા વધુ તપાસ હાથ ધરાઈ છે. મળતી વિગત મુજબ માળિયાનાં ઝડકા ગામે રહેતા આમદ જેમલભાઈ લાખાએ નોંધાવેલી ફરિયાદ મુજબ ચૂંટણીનાં જુનામનદુ:ખને લઈ શરીફ હસમ લાખા અને આરીફ શરીફ લાખાએ આમદને ગાળો ભાંડી હતી.
તેમજ ઢીકાપાટુનો માર માર્યો હતો. આ ઉપરાંત આરીફે લાકડી વડે હુમલો કર્યો હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. જ્યારે શરીફ હાસમ લાખાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમનો પુત્ર આરીફ આમદ ઉર્ફે બાવો જેમલભાઈ લાખા પાસે કપડાનાં રૂપિયા માંગતા હોય જે બાબતનું મનદુ:ખ રાખી શરીફ તેમજ અન્ય સભ્યોને ગાળો ભાડી હતી. અને આમદે બેટ તેમજ ઈરફાન પીરૂભાઈ લાખાએ લાકડાનાં ધોકા વડે મારમાર્યો હતો. પોલીસે બંને પક્ષની ફરિયાદનાં આધારે ઝીંણવટભરી તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.