ફરિયાદ:પાદરીયા અને કાલસારીમાં દુધાળા પશુઓને ઓક્સોટીશન ઈન્જેશન આપનાર સામે રાવ

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દુધની ડેરી પર રીસર્સને લઈ તાલીમાર્થી સ્થળ પર જતા ભાંડો ફૂટ્યો

હૈદરાબાદની નાલસર યુનિ.માં બે તાલીમાર્થીઓને દુધની ડેરીઓ પર રીર્સસ કરવાનંુ હોય એ સમયે વિવિધ જગ્યાએ પહોંચ્યા હતા. અને જ્યા તપાસ કરતા આ ઈન્જેકશન અપાતા હોવાનું જાણવા મળતા તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ નવી દિલ્હી ખાતે રહેતા અક્ષીતા કુલભુષણ કુકરેજા વિસાવદર પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ વિસાવદર પંથકના કાલસારી ગામે શંકાસ્પદ ઓક્સીટોસીન નામની દવા ઈન્જેકશન મારફતે પ્રાણીઓને આપવાથી તેમના આરોગ્ય પર ગંભીર અસર થતી હોય એવુ જાણવા છતાં પાંચાભાઈ જેઠાભાઈ નામના વ્યક્તિએ ભેંસોના પગ બાંધી આ ઈન્જેકશન આપતા હોય જેથી તેમના વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો.

જ્યારે પાદરીયા ગામે પણ આવો જ બનાવ બન્યો હતો. દિપીકા ગોપાલભાઈ કિનીએ જૂનાગઢ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ પાદરીયા ગામે દિપકભાઈએ પોતાના તબેલામાં રાખેલ ભેંસોને શંકાસ્પદ ઓક્સિટોસીન ઈન્જેકશનમાં ભરી ભેંસોને આપ્યું હતું. તેમજ હિતેષભાઈ અને અજાણ્યા શખ્સે આ જથ્થો પુરો પાડ્યો હોવાનું બહાર આવતા પોલીસે ત્રણ વિરૂદ્ધ ફરિયાદ નોંધી તપાસ તેજ કરી હતી.

દુધનું ઉત્પાદન વધે છે પરંતુ આરોગ્ય પર ખતરો
પોલીસમાં જણાવ્યા અનુસાર આ દવાઓ દુધાળા પશુઓને આપવાથી દુધનું ઉત્પાદન વધે છે. પરંતુ ફરિયાદનાં માનવા મુજબ આ દવા પ્રાણીઓને આપવાથી તેમના આરોગ્ય તેમજ દુધ પીનાર માનવના આરોગ્ય પર પણ ખરાબ અસર થાય છે.

અન્ય સમાચારો પણ છે...