તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:જૂનાગઢ શહેરમાં કૃષિ બિલના વિરોધમાં કોંગ્રેસની રામધૂન

જૂનાગઢ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોંગ્રેસે આવેદન આપી કૃષિ બિલનો વિરોધ કર્યો

સરકાર દ્વારા મંજૂર કરાયેલા કૃષિ બિલ સામે જૂનાગઢ કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસી કાર્યકર્તાઓએ એકઠા થઇ જિલ્લા કલેકટર કચેરી સામે રામધૂન બોલાવી હતી. બાદમાં રાષ્ટ્રપતિને સંબોધીને જિલ્લા કલેેકટરને આવેદન આપ્યું હતું. ખાસ કરીને આ બિલથી ખેડૂતોની મહેનત અને પરીશ્રમ મુઠ્ઠીભર પૂંજીપતિઓના હાથમાં ગિરવે મૂકાઇ જશે તેવો આક્ષેપ કરી કૃષિ સબંધિત વિધેયક પાછું ખેંચવા માંગ કરી હતી. આ તકે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતીના પ્રમુખ નટુભાઇ પોંકીયા, માંગરોળના ધારાસભ્ય બાબુભાઇ વાજા, વિસાવદરના ધારાસભ્ય હર્ષદભાઇ રિબડીયા, જૂનાગઢના ધાારસભ્ય ભીખાભાઇ જોષીના પ્રતિનિધી મનોજભાઇ જોષી તેમજ અનેક કોંગ્રેસી આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો