• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Ramanujan Amrut Bharat Mathematical Yatra For The Promotion Of Mathematics And Science In The Country Started From Somnath Sannighya

જાગૃતિ માટે યાત્રા:દેશમાં ગણિત અને વિજ્ઞાનના પ્રચાર પ્રસાર માટે રામાનુજન અમૃત ભારત ગણિત યાત્રાનો સોમનાથ સાંનિઘ્‍યેથી પ્રારંભ થયો

વેરાવળ17 દિવસ પહેલા
યાત્રાનો પ્રારંભ ઝંડી બતાવી પ્રારંભ કરાયેલ
  • યાત્રા 82 દિવસ સુધી દેશના 25 રાજ્યોની 75 શાળાઓની પરીભ્રમણ દરમિયાન મુલાકાત લઇ જાગૃતિ લાવવાનો પ્રયાસ કરશે
  • યાત્રા તા.22 ડિસેમ્બરના શ્રીનિવાસનજી રામનુજનની જન્મ જયંતિના દિવસે ત્રિપુરા રાજ્યના અગરતાલા ખાતે પહોંચી પૂર્ણ થશે

20મી સદીના ભારતના સૌથી મહાન એવા પ્રખ્યાત ગણિતશાસ્ત્રી ડો.નિવાસન રામાનુજનની જન્મજયંતિ નિમિત્તે ઓલ ઇન્‍ડીયા રામાનુજન મેથસ કલબ સંસ્‍થા દ્રારા દેશમાં ગણિત અને વિજ્ઞાનના પ્રચાર પ્રસાર માટે રામાનુજન અમૃત ભારત ગણિત યાત્રાનો શનિવારે સોમનાથ સાંનિઘ્‍યેથી પ્રારંભ થયો હતો. આ યાત્રા 82 દિવસ સુધી દેશના 25 રાજ્યોમાં પરિભ્રમણ કરી 75થી વઘુ શાળાઓની મુલાકાત લઇ તા.22 ડિસેમ્બરના શ્રીનિવાસનજીની જન્મ જયંતિના દિવસે ત્રિપુરા રાજ્યના અગરતાલા ખાતે પહોંચી પૂર્ણ થશે. યાત્રામાં દેશના ટોચના ગણિત શાસ્ત્રી અને વૈજ્ઞાનિકો તબકકાવાર જોડાશે. યાત્રાનો મુખ્‍ય ઉદેશ ગણિત અને વિજ્ઞાન વિષય ના પ્રચાર પ્રસાર ઉપરાંત ગણિત વિષય પ્રત્યેનો વિઘાર્થીઓમાં રહેલ ભય દુર કરવાનો હોવાનું આયોજકોએ જણાવ્યુ હતું.

22 ડિસેમ્બરે દિગ્ગજ ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજની જન્‍મ જયંતિ છે અને વર્ષ 2012થી ભારત દેશમાં તેની ઉજવણી 'નેશનલ મેથેમેટિક્સ ડે' તરીકે કરવામાં આવે છે. ત્‍યારે ઓલ ઇન્‍ડીયા રામાનુજન મેથસ કલબ સંસ્‍થા દ્રારા દેશમાં ગણિત અને વિજ્ઞાનના પ્રચાર પ્રસાર માટે રામાનુજન અમૃત ભારત ગણિત યાત્રા કાઢવાનું આયોજન કરાયેલું હતુ.

આ અંગે સંસ્‍થાના રાષ્‍ટ્રીય કો.ઓર્ડીનેટર ડો.ચંદ્રમૌલી જોષીએ યાત્રા અંગે માહિતી આપતા જણાવ્યુ હતું કે, ગણિત એક એવો વિષય છે જેનું નામ પડતાં જ મોટાભાગના વિદ્યાર્થીઓનું હૃદય ટેન્શનને કારણે 'બુલેટ ટ્રેન'ની ઝડપે ધબકવા લાગે છે. પરીક્ષા સમયે અનેક વિદ્યાર્થીઓને એવું વિચારતા હોય કે, 'બાકી બધા વિષયમાં તો આરામથી પાસ થઇ જઇશું પણ આ ગણિત આપણી માર્કશીટનું ગણિત બગાડશે. જેથી આજે એવા દિગ્ગજની વાત કરવાની છે જેમણે ગણિતના ક્ષેત્રમાં સફળતા હાંસલ કરીને આપણા ભારત દેશની ખ્યાતિ વધારી છે. એવા દેશના વિખ્યાત ગણિત શાસ્ત્રી શ્રીનિવાસન રામાનુજન કે જેઓ 20મી સદીમાં ભારતના સૌથી મહાન અને સૌથી પ્રખ્યાત ગણિતજ્ઞાની હતા. નાનપણથી જ તેઓએ ગણિત વિષયમાં અસાધારણ પ્રતિભા દેખાડી શિક્ષકોને આશ્ચર્યમાં નાંખી દેતા હતા. મુખ્યતઃ તેઓ ગણિત જાતે જ શિખ્યા હતા અને જીવનમાં કયારેય યુનિવર્સિટીએ ગયા ન હતા.

મહાન ભારતીય ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજન માત્ર ભારતીયો માટે જ નહીં પણ વિદેશી ગણિતશાસ્ત્રીઓ માટે પ્રેરણાસ્ત્રોત છે. આ મહાન વિભૂતિની 25મી જન્મ જયંતિની ઉજવણીના ભાગ રૂપે દેશમાં યાત્રા કાઢવાનું અમોએ આયોજન કરાયું છે. આ યાત્રા 82 દિવસ સુધી દેશના 25 રાજ્યોમાં પરિભ્રમણ કરી 75થી વધુ શાળાઓની મુલાકાત લીઘા બાદ તા.22 ડિસેમ્બરના શ્રીનિવાસનજીની જન્મ જયંતિના દિવસે ત્રિપુરા રાજ્યના અગરતાલા ખાતે પૂર્ણ થશે.

ગુજરાતમાં 2થી 5 ઓક્ટોબર દરમિયાન સોમનાથથી પ્રાંચી, વિસાવદર, બગસરા, સુરેન્દ્રનગર, અમદાવાદથી પસાર થઈને યાત્રા આ વિસ્તારની શાળાઓની મુલાકાત લઇ વિવિધ સ્પર્ધાનું આયોજન કરી ગણિતનો પ્રચાર પ્રસાર કરશે. દેશમાં ગણિત અને વિજ્ઞાન વિષયના પ્રચાર પ્રસાર ઉપરાંત ગણિત વિષય પ્રત્યેનો વિઘાર્થીઅોમાં રહેતા ભય અને ડરને દુર કરવાનો યાત્રાનો ઉદેશ છે. યાત્રામાં દેશના ટોચના ગણિત શાસ્ત્રી અને વૈજ્ઞાનિકો તબબકાવાર જોડાશે.

યાત્રાના પ્રથમ પડાવ આજોઠા ખાતે બાળ પ્રતિભાઓનું સન્‍માન કરાયું

શનિવારના રોજ આ યાત્રાનો પ્રારંભ સોમનાથ મહાદેવ મંદિરના સાંનિધ્યએથી શાસ્ત્રોક્તવિઘિ મંત્રોચ્ચાર સાથે લીલી ઝંડી આપી કરવામાં આવ્‍યો હતો. આ યાત્રાના પ્રારંભ પ્રસંગે જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષ વિક્રમભાઈ પટાટ, જિલ્લા શિક્ષણ અધિકારી હીરાભાઈ વાજા સહિત અનેક સ્થાનીક મહાનુભાવો હાજર રહ્યા હતા. આ યાત્રા સોમનાથથી પ્રસ્થાન થઇ નજીકના પ્રથમ પડાવ આજોઠા ખાતે કન્યા શાળામાં પહોંચતા દેશના અલગ અલગ પ્રાંતની વેશભૂષા સાથે કન્યા શાળાની બાળાઓ ઢોલ શરણાઇના સુરો વચ્‍ચે અદકેરૂ સ્વાગત કર્યુ હતુ.

શાળામાં ભારતના મહાન વૈજ્ઞાનિકો દ્વારા માર્ગદર્શક શિક્ષકોનું તથા બાળ વૈજ્ઞાનિકોનું ગોલ્ડ મેડલથી સન્માન કરવામાં આવ્યું હતુ. ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબ દ્વારા આજોઠા કન્યા શાળામાં ગણિત વિજ્ઞાનના મોડેલનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતુ. જેનું બાળ વૈજ્ઞાનિકો તથા મહાનુભવોએ પ્રદર્શન નિહાળેલ હતુ. આ તકે શાળાની દર્શના ધાનાભાઈ ભરગા, દર્શના દિનેશભાઈ ભજગોતર ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમે આવેલા હોવાતી બંનેને સન્માનીત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...