• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Rajkot Girl Leaves Home After Being Reprimanded By Family Members Over Study, Police Find Her In Veraval And Reunite Her With Her Family

મિલન:અભ્યાસ બાબતે પરિવારજનોએ ઠપકો આપતા રાજકોટની યુવતી ઘર છોડી નાશી ગઈ, પોલીસે વેરાવળમાંથી શોધી કાઢી પરિવારજનો સાથે મિલન કરાવ્યું

વેરાવળએક મહિનો પહેલા
  • કૉપી લિંક
યુવતિનું પરીવાર સાથે મિલન કરાવતી પોલીસની SHE (મહિલા) ટીમ - Divya Bhaskar
યુવતિનું પરીવાર સાથે મિલન કરાવતી પોલીસની SHE (મહિલા) ટીમ
  • વિદ્યાર્થિનીને ભણવા બાબતે પરીવારે ઠપકો આપતા લાગી આવ્યું હતું
  • ઘરેથી કોઈને કહ્યા વગર વેરાવળ પહોંચી ગઈ

રાજકોટના મેટોડા ગામની ધોરણ 10માં અભ્યાસ કરતી 16 વર્ષીય વિદ્યાર્થિનીને ભણવા બાબતે પરીવારે ઠપકો આપ્યો હતો. જેથી લાગી આવતા આ યુવતી કોઇને કહ્યા વગર ઘરેથી નિકળી જઇ વેરાવળ પહોંચી ગઇ હતી. અહીં એકલી મુંઝવણભરી સ્‍થ‍િતિમાં બસ સ્‍ટેશનમાં આંટાફેરા મારી રહી હતી. જેની પોલીસની મહિલાની ટીમને જાણ થતા તુરંત યુવતી પાસે પહોંચી વિગતો જાણી તેમના વાલીઓને બોલાવી પરીવાર સાથે મિલન કરાવ્યું હતું.

વર્તમાન સમયમાં પરીવાર તરફથી ઘણી વાર ફુલ જેવા બાળકો પર ભણતરનું દબાણ કરવામાં આવે છે. જેથી કંટાળી જઇ ઘણી વખત બાળકો અઘટિત પગલુ ભરતા હોવાના દાખલા સમાજમાં દિન-પ્રતિદિન જોવા મળે છે. જેના કારણે પરીવારજનોને જીંદગીભર અફસોસ પણ સહન કરવો પડે છે. ત્‍યારે વાલીઓ માટે આંખ ઉઘાડતી ઘટના સામે આવી છે.

આ ઘટના અંગે માહિતી આપતા સીટી પીઆઇ ડી.ડી.પરમારે જણાવ્યું કે, ગઇકાલે સાંજના સમયે વેરાવળ બસ સ્‍ટેશનમાં એક 16 વર્ષીય યુવતી મુંઝવણભરી સ્‍થ‍િતિમાં આટાફેરા કરી રહી હોવાની માહિતી પોલીસને મળી હતી. જેના પગલે શહેર પોલીસની ટીમના પીએસઆઇ આર.એચ.સુવા સ્‍ટાફ સાથે બસ સ્‍ટેશને તુરંત પહોંચી ગયા હતા. જયાંથી યુવતીને પોલીસ સ્‍ટેશને લઇ આવી પુછપરછ કરતા તે રાજકોટ જિલ્‍લાની છે અને ઘો.10માં અભ્‍યાસ કરતી હોવાનું જણાવ્યું હતું. તેણીને ભણવા બાબતે પરીવારજનો ઠપકો આપતા હોવાથી કંટાળી જઇ માતા-પિતાને કહ્યા વગર ગઇકાલે સવારે ઘરેથી નિકળી જઇ બસ મારફત વેરાવળ પહોંચી હતી. પણ હવે અહીં (વેરાવળ)માં શું કરવુ તેની કશી ખબર ન પડતી હોવાથી મુંઝાઇ હતી. ત્યારે વિગતોના આઘારે તેના માતા-પીતાને જાણ કરી અત્રે બોલાવ્યાં હતા. બાદમાં પોલીસ અઘિકારીઓની હાજરીમાં તેમને સોપી દેવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

એકલી મુંઝવણભરી સ્‍થ‍િતિમાં રહેલી યુવતી કોઇ અઘટીત પગલુ ભરે કે તેની સાથે કોઇ ઘટના ઘટે તે પૂર્વે જ પોલીસની સમય સૂચક કામગીરીના કારણે વિદ્યાર્થિનીને બચાવી લેવાની સાથે ફરી પરીવાર સાથે મિલન કરાવી પોલીસની મહિલા ટીમે પ્રેરક ફરજ બજાવી છે. કામગીરીમાં મહિલા ટીમના કલ્પનાબેન, ઉષાબેન, કંચનબેન, વિજયભાઇ, નદિમભાઇ સહિતના સ્‍ટાફે ફરજ બજાવી હતી.

અન્ય સમાચારો પણ છે...