કમોસમી વરસાદ:ગીર સોમનાથ જિલ્લાના અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટા, વાતાવરણણાં ઠંડક પ્રસરી

ગીર સોમનાથ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
વેરાવળમાં ઝરમર વરસી રહેલ વરસાદના પગલે રસ્‍તા ભીના થઇ ગયેલ - Divya Bhaskar
વેરાવળમાં ઝરમર વરસી રહેલ વરસાદના પગલે રસ્‍તા ભીના થઇ ગયેલ
  • વેરાવળ, તાલાલા, કોડીનાર, સુત્રાપાડા અને ઉના પંથકના કમોસમી વરસાદ
  • જૂનાગઢ શહેરમાં પણ ઝરમર ઝાપટુ વરસતા ઠંડક પ્રસરી

રાજ્યના હવામાન વિભાગની આગાહી મુજબ આજ સવારથી જ ગીર સોમનાથ જિલ્‍લાના તમામ તાલુકાના વાતાવરણમાં પલટો જોવા મળતો છે. વાદળછાયા વાતાવરણ વચ્‍ચે અનેરી ઠંડકનો અહેસાસ લોકો કરી રહ્યા છે. જયારે બપોરના સમયે વેરાવળ-સોમનાથ, તાલાલા, કોડીનાર, સુત્રાપાડા અને ઉના પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા છે, જેના પગલે રસ્‍તા ભીના પઇ ગયા હતા. કમોસમી વરસાદના પગલે ખેતી પાકોને નુકસાન થવાની ભિતી ખેડૂતો ચિંતામાં મુકાઇ ગયા હતા.

આજે સવારથી જ ગીર સોમનાથ જિલ્‍લાના વાતાવરણમાં પલટો આવતાં આકાશમાં વાદળછાયા વાતાવરણનું સામ્રાજય છવાયેલું જોવા મળતુ હતુ. આ સાથે ઠંડો પવન પણ ફુંકાઇ રહ્યાનો અહેસાસ લોકો કરી રહ્યા છે. બપોરના એકાદ વાગ્‍યા આસપાસથી જિલ્‍લા મથક વેરાવળ-સોમનાથ, તાલાલા ગીર, કોડીનાર શહેર અને પંથકમાં સામાન્‍ય વરસાદી ઝાપટુ વરસ્‍યુ હતુ. જેના પગલે રસ્‍તાઓ ભીના થઇ ગયા હતા. જ્યારે કમોસમી વરસાદી ઝાપટાના પગલે વાતાવરણમાં અનેરી ઠંડકનો માહોલ પ્રસરી જતા લોકો ઠુંઠવાય ગયા હતા. લોકોએ ઠંડા માહોલમાં રેનકોટ પહેરવો કે ગરમ કપડા તેની મુંઝવણમાં મુકાયા હતા. કેમ કે ઘરમાં રહે તો પણ ગજબની ઠંડીનો અનુભવ અને બહાર નિકળે તો છાંટારૂપી વરસાદ વરસી રહ્યો હતો.

આજે બપોર બાદ જિલ્‍લાના વેરાવળ, તાલાલા ગીર અને કોડીનાર પંથકમાં કમોસમી વરસાદી ઝાપટુ વરસવાના પગલે ઘઉં, ચણા જેવા ખેતીના પાકોને નુકસાન પહોંચવાની ભિતીને લઇ જગતનો તાત ચિંતામાં મુકાઇ ગયો હતો. જ્યારે ગીર પંથકમાં હાલના સમયમાં કેરીના આંબામાં મોર આવવાની શરૂઆત થતી હોય એવા સમયે કમોસમી વરસાદથી તેને પણ નુકસાન થવાની ભીતિથી કેસર કેરીનો પાક પકવતા ખેડૂતો પણ ચિંતા વ્‍યકત કરી રહ્યા છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આજ સવારથી જૂનાગઢ શહેરના વાતાવરણમાં પણ પલટો જોવા મળતો હતો. જ્યારે ગરવા ગીરનાર પર્વત પર વાદળછાયું વાતાવરણ નજરે પડતુ હતુ. બપોરના બારેક વાગ્‍યા આસપાસ ભવનાથ સહિત શહેરના જુદાજુદા વિસ્‍તારોમાં સામાન્‍ય વરસાદી ઝાપટુ વરસતા રસ્તા ભીના થઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...