તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદ:જૂનાગઢ, વિસાવદર, મેંદરડામાં વરસાદી ઝાપટા, ઠંડક પ્રસરી

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ જિલ્લામાં મેઘરાજા જાણે રિસાયા હોય તેમ લાંબા સમયથી નોંધપાત્ર વરસાદ ન પડતા લોકોની ચિંતામાં વધારો થયો છે. દરમિયાન શ્રાવણ માસ શરૂ થતા છેલ્લા 2 દિવસથી વરસાદી ઝાપટા પડી રહ્યા છે. જોકે, તેમાં પણ જૂનાગઢ, વિસાવદર અને મેદરડામાં જ ઝાપટા પડ્યા છે. જિલ્લાના બાકીના તાલુકા કોરા ધાકોડ રહ્યા છે. ત્યારે હવે મેઘરાજા મનમૂકીને વરસી પડે તેમ લોકો મહાદેવને પ્રાર્થના કરી રહ્યા છે. જૂનાગઢ શહેરમાં પણ આકાશમાં વરસાદી વાતાવરણ બંધાય છે પરંતુ સારો વરસાદ થતો નથી. પરિણામે લોકોને માત્ર વરસાદી ઝાપટાથી જ સંતોષ માની લેવો પડે છે.

આજ રીતે જિલ્લાના અન્ય તાલુકામાં જોતા મેંદરડા અને વિસાવદરમાં પણ માત્ર વરસાદી ઝાપટા જ પડ્યા છે. જ્યારે અન્ય તાલુકામાં તો વરસાદી વાતાવરણ વચ્ચે પણ મેઘરાજાએ ઝાપટા વરસાવવા જેટલી પણ મહેરબાની ન કરતા આ તાલુકા કોરાધાકોડ રહ્યા હતા. લોકો ચાતક નજરે વરસાદની રાહ જોઇ રહ્યા છે પરંતુ મેઘરાજા મનમૂકીને વરસતા નથી.

પરિણામે ખાસ કરીને ખેડૂતોની ચિંતામાં ભારે વધારો થઇ રહ્યો છે. વરસાદના અભાવે ખેડૂતોનો ઉભો પાક મુરઝાઇ રહ્યો છે. ત્યારે હવે વધુ વરસાદ ખેંચાયતો પાકને ભારે નુકસાન થવાની ખેડૂતોને ચિંતા સતાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...