તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:ગિરનાર પર 7 થી 8 જગ્યાએ વરસાદી પાણીનો સંગ્રહ કરાશે

જૂનાગઢ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગિરનાર સત્તા વિકાસ મંડળની વર્ચ્યુઅલ બેઠક યોજાઇ
  • પગથિયા, ધર્મશાળા રિપેર કરાશે, લાયઝનીંગ ઓફિસરની નિમણુંક

જિલ્લા કલેકટર કચેરી ખાતે ગિરનાર સત્તા વિકાસ મંડળની વર્ચ્યુઅલ મિટીંગ યોજાઇ હતી. આ મિટીંગમાં ગિરનાર પવર્ત પર આવતા યાત્રીઓની સુવિધા માટે અનેકવિધ કાર્યો કરવાની રજૂઆત કરાઇ હતી. ખાસ કરીને ગિરનાર પર્વત પર ચડવાના પગથિયા અનેક સ્થળે જર્જરિત બની ગયા છે. ત્યારે ભવનાથ તળેટીથી લઇને દતાત્રેય સુધીના પગથિયા રીપેર કરવા તેમજ શક્ય હોય ત્યાં 10 ફૂટ પહોળા કરવા રજૂઆત કરાઇ હતી.

આ માટે 78 કરોડના ખર્ચે કામગીરી કરાશે. ગિરનાર પર પીવાના પાણીની પણ સમસ્યા રહે છે. ત્યારે ભવનાથ તળેટીથી અંબાજી સુધી પીવાના પાણીની પાઇપ લાઇન નાંખવા પણ રજૂઆત થઇ હતી. દરમિયાન જ્યાં સુધી પાણીની લાઇન ન નંખાય ત્યાં સુધી પીવાના પાણીની સમસ્યાના હલ માટે 7 થી 8 જગ્યાએ વરસાદી પાણીનો સંગ્રહ કરવા જણાવાયું હતું. આ ઉપરાંત જટાશંકર મંદિર પાસેની ધર્મશાળા, અંબાજી મંદિર સામેની જગ્યામાં આવેલ ધર્મશાળા રિપેર કરવા પણ જણાવાયું હતું. જ્યારે અંબાજીથી દતાત્રેય સુધી લોકોને લઇ જનાર ડોળીવાળાને, કાયમી દુકાન વાળાને તેમજ સંતો મહંતોને રોપ-વેના માસિક પાસ આપવા પણ રજૂઆત થઇ હતી.

આ ઉપરાંત કોરોનાના કારણે બંધ કરાયેલ રોપ-વેને હવે ચાલુ કરવા પણ રજૂઆત કરાઇ હતી. દરમિયાન ગિરનાર પવિત્ર યાત્રાધામ બોર્ડમાં હાલ કોઇ લાઇઝેનીંગ ઓફિસર ન હોય તેની નિમણુંક કરવા રજૂઆત થતા લાઇઝેનીંગ ઓફિસર તરીકે એચ. કે. સુથારની નિમણુંક કરાઇ છે. બેઠકમાં કલેકટર ડો. સૌરભ પારધી, કમિશ્નર તુષાર સુમેરા, યાત્રાધામ વિકાસ મંડળના ચેરમેન વિભાવરીબેન દવે, ગિરનાર સત્તા વિકાસ મંડળના ડાયરેકટર શૈલેષભાઇ દવે, પ્રદિપભાઇ ખીમાણી, મહેન્દ્રભાઇ મશરૂ વગેરેની ઉપસ્થિતી રહી હતી.

કામ સત્વરે શરૂ થાય તે જરૂરી
ગિરનાર સત્તા વિકાસ મંડળની બેઠકમાં યાત્રીઓની સુવિધા માટેના અનેક વિકાસ કામો અંગે ચર્ચા કરવામાં આવી છે. ત્યારે આ કામ સત્વરે શરૂ થાય તે જરૂરી છે. ખાસ કરીને પીવાનું પાણી, પગથિયા રિપેરીંગ, ધર્મશાળાના રિપેરીંગની કામગીરી વ્હેલામાં વ્હેલી તકે શરૂ થાય તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...