તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સલાહ:વરસાદ ખેંચાતા ચુસિયા પ્રકારની જીવાતનો વધારો થશે : કૃષિ વૈજ્ઞાનિક

જૂનાગઢ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુકારો દૂર કરવા ટ્રાઇકોડર્મા પાવડરનું દ્રાવણ છાંટવું

જૂનાગઢ જિલ્લામાં વરસાદ ખેંચાતા તાપમાન વધ્યું હોય તેનાથી ચુસીયા પ્રકારની જીવાત વધશે. ત્યારે આ જીવાતનો નાશ કરવા ટ્રાઇકોડર્મા પાવડરનું દ્રાવણ છાંટવા કૃષિ વૈજ્ઞાનિકે ખેડૂતોને સલાહ આપી છે.

આ અંગે સહ વિસ્તરણ નિયામક ડો. આર.જી. ગોહિલે જણાવ્યું હતું કે, જિલ્લામાં 60 ટકા વાવેતર થયું છે, 40 ટકામાં બાકી છે. વરસાદ ખેંચાતા તાપમાનમાં વધારો થતા ચુસીયા પ્રકારની જીવાતોનો ઉપદ્રવ વધશે. ત્યારે ડાયમીથીઓયેટ 20 મીલી અથવા થાયોમીથોકઝામ 2.5 ગ્રામ અથવા મીથાઇલ ઓ ડીમેટોન 10 મિલી અથવા ફોલ્ફામીડોન 3 મિલી લઇ 10 લીટર પાણીમાં દ્રાવણ બનાવી છંટકાવ કરવો. જ્યારે સુકારો જણાય તો 50 થી 60 ગ્રામ ટ્રાઇકોડર્મા પાવડર 10 લીટર પાણીમાં નાંખી નોઝલ કાઢી જ્યાં સુકારો જણાય ત્યાં ડ્રેન્સિંગ (ધાર) કરવી. હવે વેલડી, અર્ધ વેલડી મગફળીનું વાવેતર ન કરતા ઉભડી મગફળીનું વાવેતર કરવું.

અન્ય સમાચારો પણ છે...