ચોમાસુ:સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલ્ટો, જૂનાગઢમાં ધીમી ધારે વરસાદી ઝાપટું વરસતા ઠંડક પ્રસરી

જૂનાગઢ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢમાં ધીમી ધારે વરસાદ - Divya Bhaskar
જૂનાગઢમાં ધીમી ધારે વરસાદ
  • વરસાદી ઝાપટાંથી લોકોએ ગરમીમાંથી રાહત મેળવી

આજે બુધવારે સવારથી જ સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તેમજ અમુક જગ્યાએ અસહ્ય તડકાને કારણે ગરમીથી લોકો અકળાયા છે. ત્યારે જૂનાગઢમાં સવારે તડકો જોવા મળ્યો હતો તો બપોર બાદ વાદળછાંયા વાતાવરણથી વરસાદી વાતાવરણ બંધાયું હતું અને ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. 

(અતુલ મહેતા, જૂનાગઢ)

અન્ય સમાચારો પણ છે...