જૂનાગઢ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી સરકાર દ્વારા અપાતા ઘઉં ચોખાનો જથ્થો ગેરકાયદેસર રીતે વેચાવાની પ્રવૃત્તિઓ વધી હતી. જરૂરિયાતમંદ લોકો, ગરીબીરેખા હેઠળ બીપીએલ રેશનિંગ કાર્ડ અંતર્ગત અપાતો અનાજનો જથ્થો ગ્રાહકો પાસેથી ઓછા ભાવે ખરીદી ગોડાઉનમાં એકઠું કરી બહાર ટ્રકો દ્વારા મોકલવામાં આવતો હતો.
આ અંગે પ્રાંત અધિકારીને જાણ થઈ હતી. તેથી વિસાવદર પ્રાંત અધિકારીએ ગેરકાયદેસર સસ્તા અનાજ ભેગો કરી વેચતા વેપારીને ત્યાં દરોડા પાડ્યો હતો. જેથી વેપારીઓના આ કોભાંડનો પર્દાફાશ થયો છે. વિસાવદર અને બીલખાના અલગ અલગ 4 જગ્યાએ દરોડા પાડી લાખો રૂપિયાના ગેરકાયદેસર અનાજના જથ્થો કબજો કર્યો છે. આ દરમિયાન અધિકારીઓ પર હુમલો થયાનું પણ સામે આવ્યું છે.
9 લાખથી વધુનો ગેરકાયદેસર અનાજનો જથ્થો જપ્ત
વિસાવદરના પ્રાંત અધિકારી કીર્તન રાઠોડે જણાવ્યું હતું કે વિસાવદર પંથકમાં ઘણા સમયથી જરૂરિયાતમંદ લોકોને અપાતા સરકારી અનાજનું ગેરકાયદેસર રીતે સંગ્રહ કરવામાં આવી રહ્યું છે તેવી બાતમી મળી હતી. વિસાવદરમાં ત્રણ જગ્યા પર સમાજની વાડી પાસેથી જીઆઈડીસી, બગીચાની સામેની અલગ અલગ જગ્યા પરથી પ્રાંત અધિકારી ટીમ દ્વારા દરોડા પાડી 9 લાખથી વધુનો ગેરકાયદેસર અનાજનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. વિસાવદરનાં ત્રણ ગોડાઉનમાં દરોડા પાડતા આ પગેરુ બીલખા સુધી પહોંચ્યું હતું. અધિકારીની ટીમ બીલખા દરોડા પાડવા જતા અધિકારીઓ પર સાત શખ્સોએ હુમલો કર્યાનું એસડીએમમે જણાવ્યું હતું. હાલ બીલખા ખાતેના ગોડાઉનમાં તપાસ શરૂ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.