કૃષિ:રાધા દામોદરજી મંદિર માટે ઓર્ગેનિક રિંગણા ઉગાડ્યા

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટેરેસ ગાર્ડનીંગ દ્વારા શુદ્ધ શાકભાજી ઉગાડી શકાય છે

જૂનાગઢના પવિત્ર દામોદર કુંડે બિરાજતા રાધા, દામોદરજી મંદિરે પણ હવે ભગવાનને ઓર્ગેનિક રીંગણા ધરવામાં આવશે. આ માટે દામોદર કુંડ ખાતે રીંગણા વાવવામાં આવ્યા છે. આ અંગે મળતી વિગત મુુજબ ખેતીમાં રાસાયણિક દવાનો ઉપયોગ વધી જતા શાકભાજી અને અનાજમાં પણ ઝેરી તત્વો ભળી ગયા છે.

આવા રાસાયણિક તત્વોના કારણે અનેક પ્રકારના રોગનો ભોગ બનાય છે. ત્યારે હવે લોકો ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે. ખાસ કરીને કિચન ગાર્ડનીંગ કરીને ઘર આંગણે ઓર્ગેનિક શાકભાજીઉગાડી શકાય છે. દરમિયાન જૂનાગઢના દામોદર કુંડ ખાતે બિરાજમાન રાધા દામોદરજી ભગવાન માટે પણ ઓર્ગેનિક રીંગણાનું વાવેતર કરાયું છે. દામોદર કુુંડ ખાતે જ કિચન ગાર્ડનિંગ દ્વારા દવા અને રાસાયણિક ખાતર વગરના ઓર્ગેનિક રીંગણાનું વાવેતર કરાયું છે જેથી ભગવાનને શુદ્ધ રીંગણા ધરી શકાય.

અન્ય સમાચારો પણ છે...