તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:પ્રભાસપાટણમાં ઇન્દ્રજાળ, ઘોડા શંખ વેચનાર ત્રણ સામે ગુનો

કાજલી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વનવિભાગે વન્ય પ્રાણી અધિનિયમ હેઠળ કાર્યવાહી કરી

વેરાવળ પ્રભાસપાટણમાં સૂર્ય મંદિર સામે ઇન્દ્રજાળ, ઘોડા શંખ જેવી દરિયાઇ વસ્તુઓ વેચવા બદલ 3 વ્યક્તિને વનવિભાગે પકડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢ વનવિભાગ હેઠળ વેરાવળ રાઉન્ડના ફોરેસ્ટરની ટીમે પ્રભાસપાટણમાં સૂર્ય મંદિર પાસે ઇન્દ્રજાળ, ઘોડા શંખ જેવી પ્રતિબંધિત દરિયાઇ વસ્તુઓ વેચવા બદલ ગિરીશગીરી ભગવાનગીરી ગૌસ્વામી, ત્રિભોવનગીરી કરશનગીરી મેઘનાથી અને લંકે ધર્મરાજુ વેંકટરાવને પકડી પાડ્યા હતા. ત્રણેયને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે 5 દિવસના રિમાન્ડ પર સોંપ્યા હતા. અને રિમાન્ડ પૂરા થતાં તા. 16 સપ્ટે. સુધી જ્યુડીશીયલ કસ્ટડીમાં જેલ હવાલે કર્યા હતા. } તસવીર - દેવાભાઇ રાઠોડ

અન્ય સમાચારો પણ છે...