પાતાપુરની શારદાદેવી પ્રાથમિક શાળામાં સમરસતા દિવસની ઉજવણી પ્રસંગે ચિત્ર, નિબંઘ અને વકતૃત્વ સ્પર્ધા યોજાઇ હતી જેમાં ભાગ લેનાર તમામ 32 વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર અપાયા હતા. 14 એપ્રિલ ડો. ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિની સમરસતા દિવસ તરીકે ઉજવણી કરાય છે. ત્યારે પાતાપુરની શારદાદેવી પ્રાથમિક શાળામાં કનિષ્ક ચાવડા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને શાળાના સંયુક્ત ઉપક્રમે ચિત્ર, નિબંધ અને વકતૃત્વ સ્પર્ધા યોજાઇ હતી.
ડો. બાબાસાહેબ આંબેડકર અને ભગવાન બુદ્ધની વૈચારિક ક્રાંતિ વિષય પર યોજાયેલ આ સ્પર્ધામાં 32 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તમામને ઇનામો, શિલ્ડ અને પ્રમાણપત્રો કનિષ્ક ચાવડા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ડો. દિનેશ ચાવડા દ્વારા અપાયા હતા.
કાર્યક્રમને સફળ બનાવવા બીઆરસી ભવન જૂનાગઢના કો ઓર્ડિનેટર ડો. સુરેશ મેવાડા, ઇન્ચાર્જ પ્રિન્સીપાલ રશિદાબેન શીદા વગેરેએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન વિનોદ પારખી, ધવલ ઝાલા, રોશનીબેન ચુડાસમા,મિતેષ પરમાર, કેવલ ચુડાસમા અને પૂજાબેન વાઘેલાએ કર્યું હતું જ્યારે આભાર વિધી રાજેશભાઇ ભેડા દ્વારા કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.