જૂનાગઢને ઠેંગો:રાજ્ય સરકારના બજેટમાં જૂનાગઢ જિલ્લાને ઠેંગો

જૂનાગઢ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના વિકાસને લક્ષી એકપણ યોજના જાહેર ન કરાઇ

જૂનાગઢ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ મંત્રી જયેન્દ્રભાઇ જોબનપુત્રાએ જણાવ્યું છે કે, જૂનાગઢ જિલ્લામાં એકપણ મોટો કહી શકાય તેવો હજ્જારો લોકોને રોજગારી આપતો ઉદ્યોગ નથી. એવું નથી કે તે માટે ઇન્ફ્ર્રાસ્ટ્રકચર નથી. પરંતુ સ્થાનિક નેતાની નબળી નેતાગીરીના કારણે જૂનાગઢ જિલ્લાને હંમેશા અન્યાય જ થતો આવ્યો છે. કરોડો રૂપિયાની અનેક યોજનાઓને બજેટમાં સ્થાન અપાયું છે પરંતુ જૂનાગઢ જિલ્લા કે તાલુકાના વિકાસ માટેની એકપણ યોજના જાહેર કરાઇ નથી.

આ ઉપરથી સાબિત થાય છે કે સ્થાનિક નબળી નેતાગીરીને માત્ર પોતાના વિકાસમાં જ રસ છે, જિલ્લા કે તાલુકાના વિકાસમાં નહી! જો જિલ્લા કે તાલુકાના વિકાસમાં રસ હોત તો બજેટ બન્યા પહેલા જૂનાગઢ જિલ્લાની વિકાસની શક્યતા દર્શાવતી યોજનાની બ્લુ પ્રિન્ટ લઇ આ યોજનાનો સમાવેશ કરવા ધારદાર રજૂઆત કરાઇ હોત. પરંતુ જૂનાગઢ જિલ્લાની પ્રજાની કમનસીબી છે કે નબળી નેતાગીરી સાંપડી છે જેથી વિકાસ લક્ષી એકપણ યોજનાનો બજેટમાં સમાવેશ થયો નથી.

અન્ય સમાચારો પણ છે...