તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:પૂરતી સપ્લાય ન થતાં તહેવારોમાં જ તેલ માટે રાશનકાર્ડ ધારકોને ધક્કા

જૂનાગઢ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જોકે, તેલ વિતરણની સમય મર્યાદા 5 સપ્ટેમ્બર સુધી વધારાઇ

હાલ સાતમ આઠમના તહેવારો નજીક આવી રહ્યા છે. ત્યારે સરકારે રાશનકાર્ડ ધારકોને કુપન દિઠ 1 લીટર તેલ આપવાની જાહેરાત કરી હતી. જોકે, પુરતી સપ્લાય ન થતા તેલ મળતું ન હોય રાશનકાર્ડ ધારકોને ધક્કા થઇ રહ્યા છે. દરમિયાન સ્થિતીને સમજીને તેલ વિતરણની સમય મર્યાદા 5 સપ્ટેમ્બર સુધીની કરાઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે મળતી વિગત મુજબ સરકારે એનએફએસએ કાર્ડ ધારકોને સાતમ આઠમના તહેવારોને લઇ કાર્ડ દિઠ 1 લીટર તેલ આપવાની પણ જાહેરાત કરી હતી.

જોકે, આ જાહેરાત બાદ જ્યારે કાર્ડ ધારકો સસ્તા અનાજની દુકાને જાય છે ત્યારે તેલ મળતું ન હોય ધક્કા થાય છે. દુકાનદારોના જણાવ્યા મુજબ તેલની સપ્લાય 10 ટકા જેવી જ થાય છે. પરિણામે તેલ વિતરણમાં મુશ્કેલી ઉભી થાય છે. સરકાર મોટા ઉપાડે જાહેરાત કરી દે છે, પરંતુ સપ્લાય કરવામાં ઉણી ઉતરે છે. પરિણામે સસ્તા અનાજના વેપારી અને રાશનકાર્ડ ધારકો વચ્ચે ઝઘડા થાય છે. દરમિયાન આ અંગે પુરવઠા શાખામાં પુછતા જણાવાયું છે કે,તેલની સપ્લાય જ મોડી થાય છે.

જેમ આવે તેમ વિતરણ કરાય જ છે. જિલ્લાના એનએફએસએના 2,28,360 કાર્ડ ધારકોને તેલ મળશે જ. મોડી સપ્લાયના કારણે જ તેલ વિતરણના સમયમાં વધારો કરાયો છે. 31 ઓગસ્ટ સુધીમાં મળનાર તેલ હવે 5 સપ્ટેમ્બર સુધી વિતરણ કરાશે જેથી બાકી રહી ગયા હોય તેને પણ લાભ મળી શકે.

અન્ય સમાચારો પણ છે...