જ્યાં દરરોજના હજ્જારો શહેરીજનોની આવન -જાવન રહે છે તે કૃષિ યુનિવર્સિટીમાં પબ્લીક યુરિનલ ચાલુ હાલતમાં ન હોય લોકોની હાલાકી વધી રહી છે. ત્યારે પબ્લીક યુરિનલ ચાલુ કરાવવા લેખીત રજૂઆત કરાઇ છે. આ અંગે વનમેન એનજીઓ -ઓન્લી ઇન્ડિયને કૃષિ યુનિવર્સિટીના કાર્યપાલક ઇજનેરને પત્ર પાઠવ્યો છે.
પત્રમાં જણાવાયું છે કે, કૃષિ યુનિવર્સિટી કેમ્પસ- મોતીબાગમાં લોકો ગેઇટ નંબર 2 થી પ્રવેશ કરે છે.રોજ સેંકડો લોકો મોર્નિંગ વોક, યોગ, કસરત, દોડ, સાયકલીંગ વગેરે પ્રવૃત્તિ માટે તેમજ રવિવારે હરવા ફરવા આવે છે. સરદાર પટેલ ઓડિટોરિયમ પાસે જનરલ પબ્લીક યુરિનલ બ્લોક છે જે ઘણાં સમયથી બંધ છે. પરિણામે દરરોજ આવતા હજ્જારો શહેરીજનોને ભારે મુશ્કેલી ઉભી થાય છે.
આ યુરિનલને સત્વરે રિનોવેશન કરી સુવિધા યુકત બનાવવાની માંગ છે. આ અગાઉ પણ 6 થી 7 વખત રજૂઆત કરાઇ છે પરંતુ કોઇ કામગીરી ન થતા લોકોમાં પણ રોષ છે. ત્યારે આ પબ્લીક યુરિનલ સત્વરે રિનોવેટ કરી ચાલુ કરવાની માંગ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.