તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રતિબંધ:જૂનાગઢ તાલુકા સેવા સદનના બિલ્ડીંગ અને 200 મીટર આસપાસના વિસ્તારમાં અનઅધીકૃત વ્યકિતોઓના બેસવા પર પ્રતિબંધ

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અનઅધિકૃત લોકોના કારણે ભીડ થતી હોવાથી કોરોનાનું સંક્રમણ ફેલાવવાની શક્યતાને ધ્યાને રાખી પ્રતિબંધ મુકાયો
  • તા.26/3/2021 થી 24/5/2021 સુધી આ પ્રતિબંધ અમલમાં રહેશે

જૂનાગઢમાં સરદારબાગ નજીક આવેલા તાલુકા સેવા સદનના બિલ્ડીંગ તથા આજુબાજમાં અનઅધિકૃત વ્યકિતઓ અરજદારોની અરજી તૈયાર કરવાની કામગીરી કરતા જોવા મળી રહ્યા છે. જેના કારણે ભીડ એક્ઠી થતી હોવાથી કોરોનાનું સંક્રમણ વધવાની શક્યતા હોવાથી જૂનાગઢ પ્રાંત અધિકારી અંકિત પન્નુ દ્વારા જૂનાગઢ તાલુકા સેવા સદનના બિલ્ડીંગ અને તેના 200 મીટરના વિસ્તારમાં પીટીશન રાઇટરો સિવાયના અનઅધિકૃત વ્યકિતઓ એજન્ટોને બેસવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

જૂનાગઢ શહેરના સરદારબાગ પાસે આવેલ તાલુકા સેવા સદન બિલ્ડીંગ તથા તેની આજુબાજુ વિસ્તારમાં સક્ષમ અધિકારીની મંજુરી ન ધરાવતા હોય તેવા અનઅધિકૃત વ્યકિતઓ દ્વારા અરજદારોની અરજીઓ તૈયાર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. આથી કચેરી કમ્પાઉન્ડમાં તથા કચેરીની આજુબાજુમાં બેસવાના કારણે બીનજરૂરી ભીડ એકત્ર થાય છે. જેને કારણે પ્રવર્તમાન કોવિડ-19ની પરિસ્થિતિને ધ્યાને લેતા સરકારશ્રીની સોશિયલ ડીસ્ટન્ટ તથા તકેદારીની સૂચનાઓનો ભંગ થાય છે. આથી કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે જૂનાગઢ સબડીવીઝનલ મેજીસ્ટ્રેટ અંકિત પન્નુ ને મળેલી સત્તાની રૂએ લાયસન્સી પીટીશન રાઇટરો સિવાયના બીનએજન્ટોએ તાલુકા સેવા સદન તથા તેમની આસપાસ 200 મીટરના વિસ્તારમાં અરજીઓ વગેરેના લખાણો કરવા બેસવું નહીં કે પરવાનગી વિના બિનઅધિકૃત કામગીરી કરવી નહીં.

આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિને ભારતીય દંડ સહિતાની કલમ-188 હેઠળ શિક્ષા પાત્ર કાર્યવાહી કરવામાં આવશે. જાહેરનામું તા.26/3/2021 થી 24/5/2021 સુધી અમલમાં રહેશે તેમ મદદનીશ કલેક્ટર, જૂનાગઢ અંકિત પન્નુએ જણાવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો