આમ આદમી પાર્ટીના જૂનાગઢ જિલ્લા પ્રમુખ ભાવેશભાઇ કાતરીયાએ પાર્ટીના કાર્યકરો સાથે જઇ જિલ્લા કલેકટરને આવેદન આપ્યું છે. આવેદનમાં જણાવ્યું છેે કે, અમારી પાર્ટીના લીગલ સેલના સંયુક્ત સચિવ નિલેશભાઇ પોપટભાઇ ભૂત ઉમટવાડામાં આવેલ તળાવના બ્યુટિફિકેશનના કામના ફોટા પાડી રહ્યા હતા. ત્યારે ગામના સરપંચ અને ઉપસરપંચે આવી લાકડી વડે માર માર્યો હતો. એટલું જ નહિ અપહરણ કરી મારી નાંખવાની ધમકી આપી હતી. ત્યારે આ રીતે ચૂૂંટણી પહેલા જ પ્રજાના મગજમાં ડરનો માહોલ ઉભો કરાઇ રહ્યો છે જેથી ખાસ કરીને ગામડામાં વૈમનસ્ય ઉભું થઇ રહ્યું છે.
ત્યારે આ મામલે તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર જણાયે સરપંચ અને ઉપસરપંચને હોદ્દા પરથી દૂર કરવાની માંગ છે. આ તકે અતુલભાઇ શેખડા,પ્રવિણભાઇ મકવાણા, હમિરભાઇ રામ તેમજ મોટી સંખ્યામાં આપના કાર્યકરોની ઉપસ્થિતી રહી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.