વિરોધ:દાહોદ જિલ્લા પંચાયતના કર્મીની જૂનાગઢમાં નિમણૂંક સામે વિરોધ

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એસીબીમાં ગુનો દાખલ હોય જૂનાગઢમાં નિમણૂંક થશે તો કાર્યવાહી કરાશે
  • ​​​​​​​2017માં દાહોદ બદલી છત્તાં 2022 સુધી જૂનાગઢ મનપામાં નોકરી કરી, બદલીના 5 માસમાં જ ફરી જૂનાગઢમાં?!

દાહોદ જિલ્લા પંચાયતના એક કર્મીની બદલી કરી જૂનાગઢમાં નિમણુુંક સામે ભારે વિરોધ ઉઠ્યો છે. આ અંગે વિરલ જોટવાએ આરોગ્ય મંત્રી સહિતનાને પત્ર પાઠવી રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવાયું છે કે, જૂનાગઢ મનપાના હેલ્થ ઓફિસર રવિ ડેડાણીયાની દાહોદ બદલી થઇ હતી. જોકે, તેઓએ વગ વાપરીને ફરી જૂનાગઢમાં બદલી કરાવવાની કોશિષ કરી રહ્યા છે. ડો. રવિ ડેડાણીયાની વર્ષ 2017માં જ દાહોદ બદલી કરવા ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સંયુક્ત સચિવ આર.ટી. કિશ્ચિયને આદેશ કર્યો હતો.

12 જૂલાઇ 2017માં કરાયેલા આદેશમાં જણાવાયું હતું કે, જૂનાગઢના ડુંગરપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના વર્ગ 2ના અધિકારીની જૂનાગઢ ખાતેની પ્રતિનિયુક્તિ રદ કરવામાં આવે છે. ડો. રવિ ડેડાણીયાની જાહેર હિતાર્થે બદલી જિલ્લા પંચાયત દાહોદ જિલ્લા પંચાયત ખાતે કરવામાં આવે છે જેમાં જિલ્લા વિકાસ અધિકારી દાહોદ સમક્ષ તાત્કાલિક ઉપસ્થિત થવું.

જોકે, તેમની બદલી કરાઇ હોવા છત્તાં તેઓ 2022 સુધી જૂનાગઢ મનપામાં હેલ્થ ઓફિસર તરીકે ફરજ બજાવતા રહ્યા. બાદમાં 9 જૂન 2022ના જૂૂનાગઢ મનપાના કમિશ્નરે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના મુખ્ય સચિવના પત્રને લઇ ડો. રવિ ડેડાણીયાને પ્રતિનિયુક્તિમાંથી 10 જૂન 2022થી મુક્ત કરી દાહોદ હાજર થવા આદેશ કર્યો હતો. જોકે, દાહોદમાં નિમણુંક અપાયાના 5 માસમાંજ ડો. રવિ ડેડાણીયાની ફરી જૂનાગઢમાં નિમણુંક આપવા તજવિજ થઇ છે.

ખાસ કરીને ભાવનગરના નાયબ નિયામક દ્વારા પોતાની સત્તાનો દુરૂપયોગ કરી ડો. રવિ ડેડાણીયાની જૂનાગઢ સિવીલમાં નિમણુંક કરાઇ છે.

જેની સામે લાંચ માંગવાનો એસીબી, જૂનાગઢમાં ફોજદારી ગુનો નોંધાયો હોય તેવા રવિ ડેડાણીયાની સ્વ વિનંતીથી જૂનાગઢમાં નિમણુંક અપાઇ હોય તેથી આવી નિમણુંક આપનાર જવાબદાર અધિકારી સામે પણ કાર્યવાહી કરવા માંગ છે. ઉપરાંત ખાતાકીય તપાસ કરી ડો. રવિ ડેડાણીયાને તાત્કાલીક સસ્પેન્ડ કરવા તેમજ તેમની નિમણુંક રદ કરી ફરી દાહોદ મુકવા રજૂઆત છે. જો તેમની નિમણુંક ફરી જૂનાગઢમાં કરવામાં આવશે તો જરૂરી કાર્યવાહી કરવામાં આવશે તેવી ચિમકી વિરલ જોટવાએ ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...