તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:હિન્દી, ત્રિપલ સી પ્લસની પરીક્ષાના કારણે અધ્યાપકો પ્રમોશનથી વંચિત

જૂનાગઢ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાષ્ટ્રિય શૈક્ષિક મહાસંઘની સીએમને રજૂઆત
  • બન્ને પરીક્ષાની જોગવાઇ દૂર કરવા કરાઇ માંગ

સીસીસી પ્લસ અને હિન્દીની પરીક્ષાના કારણે અધ્યાપકો પ્રમોશનથી વંચિત રહી જાય છે. ત્યારે આ બન્ને જોગવાઇ રદ કરવાની માંગ કરાઇ છે. આ અંગે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અખિલ ભારતીય રાષ્ટ્રિય શૈક્ષિક મહાસંઘ ઉચ્ચ શિક્ષા સંવર્ગ જૂનાગઢના અધ્યક્ષ ડો. બલરામ ચાવડા અને મહામંત્રી ડો. વિશાઇ જોષીએ સીએમ અને શિક્ષણમંત્રીને રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવાયું છે કે, ખાસ કરીને રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓ તેમજ સલંગ્ન કોલેજોના અધ્યાપકોને કેરિયર એડવાન્સ સ્કિમ અંતર્ગત તબક્કાવાર પ્રમોશનના લાભો મળતા હોય છે.

પરંતુ શિક્ષણ વિભાગે એક પરિપત્ર જારી કરી હિન્દી વિષય અને સીસીસી પ્લસની પરીક્ષા પાસ કરવાની શરતે પ્રમોશનના લાભો અટકાવ્યા છે. યુજીસીના નિયમ મુજબ અધ્યાપકોના કેરિયર એડવાન્સ સ્કિમના લાભો અટકાવી શકાતા નથી. ત્યારે આ બન્ને પરીક્ષાની જોગવાઇ દૂર કરવાની માંગ કરાઇ છે. નવા શૈક્ષણિક સત્રની ઓનલાઇન શિક્ષણની શરૂઆત સાથે સર્વે અધ્યાપક મિત્રોએ ઇ મેઇલ પાઠવી અતાર્કિક અને અન્યાયી જોગવાઇ દુર કરવા રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...